IPL 2026: દિલ્હી કેપિટલ્સનો વિજય રથ આગળ વધ્યો, રોમાંચક મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને હરાવી શાનદાર જીત


ઇન્ડિયન પ્રીમિયર લીગ 2026 ની આઠમી મેચમાં દિલ્હી કેપિટલ્સે (DC) પોતાના હોમ ગ્રાઉન્ડ અરુણ જેટલી સ્ટેડિયમ પર મુંબઈ ઈન્ડિયન્સ (MI) ને પરાજય આપીને ધમાકેદાર જીત નોંધાવી છે. કેપ્ટન અક્ષર પટેલની આગેવાનીમાં દિલ્હીએ ઓલરાઉન્ડ પ્રદર્શન કરીને મુંબઈના વિજયના મનસૂબા પર પાણી ફેરવી દીધું હતું.
સૂર્યકુમારની અડધી સદી એળે ગઈ, મુંબઈએ નોંધાવ્યા 162 રન
ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી મુંબઈ ઈન્ડિયન્સની શરૂઆત મિશ્ર રહી હતી. ઈજાગ્રસ્ત હાર્દિક પંડ્યાની ગેરહાજરીમાં કેપ્ટનશીપ કરી રહેલા સૂર્યકુમાર યાદવે જવાબદારીપૂર્વક બેટિંગ કરતા સૌથી વધુ 51 રન બનાવ્યા હતા. રોહિત શર્માએ 35 રનની આક્રમક શરૂઆત કરી હતી, પરંતુ તિલક વર્મા શૂન્ય રને આઉટ થતા મુંબઈ મુશ્કેલીમાં મુકાયું હતું. અંતિમ ઓવરોમાં મિશેલ સેન્ટનર (18) અને કોર્બિન બોશે (11) લડત આપતા મુંબઈએ 20 ઓવરમાં 6 વિકેટે 162 રનનો પડકારજનક સ્કોર બનાવ્યો હતો.
સ્વાસ્થ્ય ટિપ: “યુદ્ધ અને મોંઘવારીના આ તણાવભર્યા સમયમાં, તમારા અને તમારા પરિવારના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું અનિવાર્ય છે. નિયમિત બોડી ચેકઅપ માટે આજે જ ક્રિશ્ના લેબોરેટરીનો સંપર્ક કરો.”
મુકેશ કુમારની ધારદાર બોલિંગ અને દિલ્હીનો વળતો પ્રહાર
દિલ્હીના બોલરોએ મુંબઈના બેટ્સમેનોને મોટો સ્કોર કરતા રોક્યા હતા. સ્ટાર બોલર મુકેશ કુમારે 2 વિકેટ ઝડપી હતી, જ્યારે લુંગી ન્ગીડી, અક્ષર પટેલ અને ટી. નટરાજને કરકસરભરી બોલિંગ કરીને એક-એક વિકેટ ઝડપી હતી.
163 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી દિલ્હી કેપિટલ્સની ટીમે અત્યંત સંયમપૂર્વક બેટિંગ કરી હતી. ઓપનરોએ મજબૂત પાયો નાખ્યા બાદ મધ્યક્રમના બેટ્સમેનોએ 18.1 ઓવરમાં જ માત્ર 4 વિકેટ ગુમાવીને જીત હાંસલ કરી લીધી હતી. આ જીત સાથે દિલ્હીએ પોઈન્ટ ટેબલમાં પોતાની સ્થિતિ વધુ મજબૂત કરી છે.
- Advertisement -
- Advertisement -