ભારતમાં જયાં પણ ગઝનીનું નામ હોય તો તેને દૂર કરો: સ્વામી અવિમુક્તેશ્વરાનંદ
શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી મહારાજે સોમનાથ મંદિર અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પોસ્ટનો જવાબ આપ્યો. તેમણે કહ્યું કે ભારતમાં જયાં પણ ગઝનીનું નામ દેખાય છે. તેને દૂર કરવું જોઈએ.
અવિમુક્તેશ્વરાનંદે કહ્યું, “વડાપ્રધાન દ્વારા પોસ્ટ કરાયેલ ટ્વીટ એક હજાર વર્ષ પહેલાં બનેલી ઘટના વિશે છે.. જેમાં સોમનાથ મંદિર પર થયેલા હુમલાની પીડા વ્યક્ત કરવામાં આવી છે.મહમૂદ ગઝનવી નામનો એક માણસ હતો જે તેની સેનાના નાના જૂથ સાથે આવ્યો હતો અને મંદિરને નુકસાન પહોંચાડ્યું હતું..તેણે ત્યાં પૂજા કરતા પૂજારીઓને નુકસાન પહોંચાડ્યું હતું.અને ભક્તોને ઘાયલ કર્યા હતા.તેણે નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો.. એવું માનીને કે જો મંદિર અને મૂર્તિઓનો નાશ થશે.. તો સોમનાથનો નાશ થશે.”
સ્વામી અવિમુક્તેશ્વરાનંદે વધુમાં જણાવ્યું કે, આ પ્રયાસ એક હજાર વર્ષ પહેલાં કરવામાં આવ્યો હતો.તેમણે કહ્યું, “પીએમ મોદી દ્વારા પોસ્ટ કરાયેલ ટ્વીટ એ સંદેશ આપવા માંગે છે કે તમે મંદિરોનો નાશ કરી શકો છો.. તમે મૂર્તિઓ તોડી શકો છો.. પરંતુ તમે સોમનાથનો નાશ કરી શકતા નથી. એક હજાર વર્ષ વીતી ગયા છે.. અને સોમનાથ હજુ પણ ઉભું છે. તેથી, ભવિષ્યમાં આવી વસ્તુઓનો પ્રયાસ કરનારાઓએ ફરીથી પ્રયાસ ન કરવો જોઈએ.જો તેઓ આવું કહેવા માંગે છે.. તો આ એક સ્વાગતપાત્ર પગલું છે.”તેમણે કહ્યું કે જ્યાં સુધી ગઝનીની વાત છે. તેમણે ચોક્કસપણે સારું કર્યું નથી.તેથી, ભારતમાં જ્યાં પણ ગઝનીની નામ દેખાય છે.. તેને દૂર કરવું જોઈએ.
PM મોદી 11 જાન્યુઆરીએ સોમનાથની મુલાકાત લેશે
પીએમ મોદી 11 જાન્યુઆરીએ સોમનાથ મંદિરની મુલાકાત લેશે.. જે વિદેશી આક્રમણકારો દ્વારા વારંવાર હુમલાઓ પછી ફરીથી બનાવવામાં આવ્યું હતું.તેમણે સોમવારે સોમનાથ મંદિરની પ્રશંસા કરતા કહ્યું કે ગુજરાતમાં આ મંદિર ભારતીય સંસ્કૃતિની અદમ્ય ભાવનાનું પ્રતીક છે. સોમનાથ મંદિર પરના પ્રથમ હુમલાની 1,000મી વર્ષગાંઠ નિમિત્તે એક બ્લોગ પોસ્ટમાં પ્રધાનમંત્રીએ કહ્યું, “આપણી સભ્યતાની અદમ્ય ભાવનાનું સોમનાથ કરતાં વધુ સારું ઉદાહરણ કોઈ હોઈ શકે નહીં.આ મંદિર અવરોધો અને સંઘર્ષોને પાર કરીને ગર્વથી ઊભું છે.” “આનું કારણ એ છે કે સોમનાથની ગાથા ભારત માતાના અસંખ્ય પુત્રોની અતૂટ હિંમતની .વાર્તા છે જેમણે આપણી સંસ્કૃતિ અને સભ્યતાનું રક્ષણ કર્યું. આ જ ભાવના આજે રાષ્ટ્રમાં પ્રતિબિંબિત થાય છે. જેણે સદીઓથી આક્રમણ અને વસાહતી લૂંટને પાર કરીને વૈશ્વિક વિકાસના સૌથી તેજસ્વી કેન્દ્રોમાંના એક તરીકે ઉભરી આવ્યું છે.”
- Advertisement -
- Advertisement -