36 C
Ahmedabad
Monday, April 20, 2026

અમિત શાહની ગુજરાત મુલાકાત: 5 ડિસેમ્બરે ‘ધ અર્થ સમિટ’ સહિત કરોડોના વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન


કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિત શાહ આગામી 5 ડિસેમ્બરના રોજ બે દિવસીય ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે.આ મુલાકાત વિકાસ અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ પર કેન્દ્રિત રહેશે.પ્રથમ દિવસે તેઓ ગાંધીનગરમાં’ધ અર્થ સમિટ ૨૦૨૫’નું ઉદ્ઘાટન કરશે.જે વૈશ્વિક સ્તરે આર્થિક નવીનતાને જોડવાનો એક મહત્ત્વાકાંક્ષી પ્રયાસ છે.

ગાંધીનગરના સેક્ટર 22માં નવા યોગ સ્ટુડિયોનું ઉદ્ઘાટન કરીને તેઓ આરોગ્ય પ્રસારને પ્રોત્સાહન આપશે.આ ઉપરાંત શહેરી પરિવહનને સુગમ બનાવતા આશરે ₹127 કરોડના ખર્ચે બનેલા છ લેઆઉટ સર્કલ પાસેના નવા ઓવરબ્રિજનું પણ લોકાર્પણ કરશે.આ ઓવરબ્રિજ ટ્રાફિક જામ ઘટાડીને આશરે દોઢ લાખ વાહનચાલકોને રાહત આપશે.

વિકાસ કાર્યોની સાથે, અમિત શાહ GMDC ગ્રાઉન્ડ ખાતે સ્વદેશી મેળાનું પણ ઉદ્ઘાટન કરશે. જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘હર ઘર સ્વદેશી’ અભિયાન હેઠળ સ્થાનિક ઉત્પાદનો અને આત્મનિર્ભર ભારતના વિઝનને પ્રોત્સાહન આપશે.પોલીસ કચેરીના ગાર્ડનનું ઉદ્ઘાટન અને અન્ય ખાતમુહૂર્તના કાર્યક્રમો પણ આ મુલાકાતમાં શામેલ છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -