28 C
Ahmedabad
Saturday, April 18, 2026

દહેગામ : રખિયાલ ગામમાંથી પગપાળા સંઘ દ્વારા પાવાગઢ ખાતે ભાદરવી પૂનમે 52 ગજની ધજા ચડાવી


ગાંધીનગર જિલ્લાનાં દહેગામ તાલુકાના રખિયાલ ગામમાંથી 3 સપ્ટેમ્બર અને બુધવારે સંઘનું પાવાગઢ જવા પગપાળા પ્રસ્થાન થયું હતું..સવારે સૌ પ્રથમ રખિયાલ મહાકાળી મંદિર ખાતે માતાજી મહાકાળીની પૂજા અર્ચના તેમજ આરતી અને પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું..સાથો સાથ મહાકાળી માતા મંદિરે ખાતે ધજારોહણ પણ કરવામાં આવ્યું હતું.ગામ લોકો પણ વાંચતે ગાજતે ડીજેના તાલ સાથે નાચગાન સાથે સંઘને રખિયાલના સીમાડો એવા સામેત્રી ચાર રસ્તા સુધી મુકવા ગયા હતા.

oppo_2

પાંચમા દિવસે અને ભાદરવી પૂનમ અને રવિવાર મહાકાળી માતાના ભક્તો દ્વારા માતાજીને 52 ગજની ધજા ચડાવવામાં આવી હતી.

oppo_34

છેલ્લા 25 વર્ષથી રખિયાલ ગામમાંથી પાવાગઢ માટે પગપાળા સંઘનું આયોજન કરવામાં આવે છે..સંઘના પાવાગઢ ખાતે પ્રસ્થાન સમયે ગ્રામજનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં..સતત પાંચ દિવસ સુધી પગપાળા જતા માઈ ભક્તો માટે ચા પાણી- નાસ્તો તેમજ ભોજન સહિતની વ્યવસ્થા કરવામાં આવી હતી.આ વર્ષે છેલ્લા 5 વર્ષથી ચપ્પલ વગર પદયાત્રાએ જતા દીપસિંહ મોહનસિંહ ઠાકોર તરફથી 52 ગજની ધજા ચડાવવામાં આવી હતી..સાથો સાથ આ વર્ષે કિશન ભાણો તેમજ રાજુસિંહ ઝાલાએ ચપ્પલ વગર પદયાત્રા કરીને માતાજી પ્રત્યે વિશેષ શ્રદ્ધા અને આસ્થાનાં દર્શન કરવ્યા હતાં.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -