37 C
Ahmedabad
Monday, April 20, 2026

INSV કૌંડિનય્ય ભારતીય નૌકાદળના કાફલામાં જોડાયું…જાણો શું છે તેની વિશેષતા !


ભારત અને પાકિસ્તાન વચ્ચે તાજેતરમાં વધેલા તણાવ બાદ ભારતીય નૌકાદળે તેના કાફલામાં એક ખાસ જહાજ ઉમેર્યું છે. INSV કૌંડિનય્ય નામના આ જહાજને બુધવારે નૌકાદળના કાફલામાં સામેલ કરવામાં આવ્યું. કર્ણાટકના વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ કારવાર નૌકાદળ મથક ખાતે આયોજિત એક સમારોહમાં પરંપરાગત રીતે બનાવવામાં આવેલ INSV કૌંડિનય્યને ભારતીય નૌકાદળમાં સત્તાવાર રીતે સામેલ કરવામાં આવ્યું.

અધિકારીઓના મતે, આ જહાજ ભારતની અનોખી પરંપરાઓનું પ્રતીક છે. અધિકારીઓએ જણાવ્યું કે,, નૌકાદળમાં તેનો સમાવેશ અને નામકરણ એક અસાધારણ પ્રોજેક્ટનો ભાગ છે.. જે ભારતના સમૃદ્ધ જહાજ નિર્માણ વારસાની ઉજવણી કરે છે. અધિકારીઓએ જણાવ્યું કે આ જહાજ 5મી સદીના જહાજની જેમ બનાવવામાં આવ્યું છે.. તેનું નામ મહાન ભારતીય નાવિક કૌંડિનય્યના નામ પરથી રાખવામાં આવ્યું છે. કૌંડિલ્યએ હિંદ મહાસાગર પાર કરીને દક્ષિણ પૂર્વ એશિયાનો પ્રવાસ કર્યો હતો.

“ભારતીય નૌકાદળે આજે કારવાર નૌકાદળ સ્ટેશન ખાતે આયોજિત એક ઔપચારિક સમારોહમાં નવા કાર્યરત જહાજનું નામ ભારતીય નૌકાદળ સેઇલિંગ વેસલ (INSV) કૌંડિનય્ય રાખ્યું. કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે આ કાર્યક્રમની અધ્યક્ષતા કરી હતી…” નૌકાદળના પ્રવક્તાએ બુધવારે એક નિવેદનમાં જણાવ્યું હતુ..

પ્રવક્તાએ કહ્યું, “જહાજમાં ગંધભેરુન્ડા અને સૂર્યની આકૃતિઓ છે. ડેક પર હડપ્પા શૈલીનો પ્રતીકાત્મક પથ્થર પણ છે. દરેક પથ્થર પ્રાચીન ભારતની સમૃદ્ધ દરિયાઈ પરંપરાઓને પ્રતિબિંબિત કરે છે.” ભારતીય નૌકાદળ અનુસાર, INSV કૌંડિનય્ય કારવાર ખાતે તૈનાત રહેશે. આ જહાજ ગુજરાતથી ઓમાન સુધીના પ્રાચીન વેપાર માર્ગ પર સમુદ્ર પારની સફર શરૂ કરશે… જે આ વર્ષના અંતમાં સુનિશ્ચિત થયું છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -