39 C
Ahmedabad
Saturday, April 18, 2026

નારી શક્તિ વંદન વિધેયક : PM મોદીએ કહ્યું- જ્યારે પૂર્ણ બહુમતવાળી સ્થિર સરકાર હોય છે, ત્યારે દેશ મોટા સીમાચિહ્નો પાર કરે છે


સંસદ અને વિધાનસભાઓમાં મહિલા સશક્તિકરણના માર્ગમાં છેલ્લા 27 વર્ષનો દુષ્કાળનો અંત આવ્યો છે.. નવા સંસદ ભવન તેના પ્રથમ સત્રમાં જ મહિલા શક્તિના વખાણ કરવાનો નવો ઈતિહાસ રચ્યો છે. આ પહેલા આ બિલને બુધવારે લોકસભામાંથી મંજૂરી મળી હતી. રાજ્યસભાએ પણ તેને ગુરુવારે પસાર કર્યો હતો.

સંસદમાં ઐતિહાસિક મહિલા અનામત બિલ પસાર થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે બીજેપી હેડક્વાર્ટર પહોંચ્યા હતા. અહીં તેમણે પાર્ટીની મહિલા કાર્યકરોને શુભેચ્છા પાઠવી હતી. તેમણે મહિલા કાર્યકરોના ચરણ પણ સ્પર્શ્યા હતા. આ પછી મહિલા મોરચાના કાર્યકરોએ પીએમ મોદીને અભિનંદન પાઠવ્યા હતા. આ કાર્યક્રમમાં ભાજપની તમામ મહિલા સાંસદો, દિલ્હીની તમામ મહિલા કાઉન્સિલરો અને અન્ય મહિલા જનપ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.

આ દરમિયાન પીએમ મોદીએ કાર્યકર્તાઓને સંબોધિત પણ કર્યા હતા. તેમણે કહ્યું કે આજે હું દેશની દરેક માતા, બહેન અને પુત્રીને અભિનંદન આપું છું. ગઈકાલે અને તેના આગલા દિવસે આપણે બધાએ એક નવો ઈતિહાસ રચતો જોયો. આપણે સૌ ભાગ્યશાળી છીએ કે લાખો લોકોએ આપણને આ ઈતિહાસ રચવાની તક આપી છે. બંને ગૃહો દ્વારા નારી શક્તિ વંદન વિધેયક પસાર થવો એ પણ એ વાતની સાક્ષી છે કે, જ્યારે સંપૂર્ણ બહુમતી સાથે સ્થિર સરકાર હોય છે.. ત્યારે દેશ કેવી રીતે મોટા નિર્ણયો લે છે અને મોટા સીમાચિહ્નો પાર કરે છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -