33 C
Ahmedabad
Saturday, April 18, 2026

ગાંધીનગર પહોંચ્યા પીએમ મોદી, પ્રાથમિક શિક્ષણ સંઘના રાષ્ટ્રીય અધિવેશનમાં સંબોધન કરશે


ગાંધીનગર ગિફ્ટ સિટી ખાતે પ્રાથમિક શિક્ષક સંઘના અધિવેશનનો કાર્યક્રમ પીએમ નરેન્દ્ર મોદીની વિશેષ ઉપસ્થિતિમાં આયોજિત કરાયો છે. જ્યાં એરપોર્ટથી સીધા પીએમ ગિફ્ટ સિટી નજીક નિજાનંદ ફાર્મ ખાતે પહોંચ્યા હતા. આ કાર્યક્રમમાં સીએમ, શિક્ષણ મંત્રી સહીતના મહાનુભાવો ઉપરાંત તમામ યુનિવર્સિટીના કુલપતિઓ, સીઈઓ સહીતના પદાધિકારીઓની ઉપસ્થિતિ રહી હતી.

3 દિવસ આ અધિવેશન ચાલશે, જેનો પારંભ આજે પીએમની  ઉપસ્થિતિમાં થયો છે. મહાત્મા મંદિર ખાતે અમૃત આવાસોત્સવનો કાર્યક્રમ યોજાશે ત્યાં પણ પીએમ મોદી હાજરી આપશે. જો કે, આ કાર્યક્રમ પીએમ મોદી સંબોધન કરશે તેમજ શૈક્ષણિક પ્રદર્શનને પણ નિહાળશે.

આ ત્રણ દિવસ દરમિયાન ચાલનાર કાર્યક્રમમાં દેશમાંથી 90 હજારથી વધુ શિક્ષકોની પસ્થિતિ રહી હતી. જેમાં ગુજરાત ઉપરાંત દેશભરના શિક્ષકોની ઉપસ્થિતિ રહેશે. પીએમ મોદી ગુજરાત અને દેશભરના શિક્ષકોને સંબોધિત કરશે. 13 મે સુધી ગાંધીનગરમાં 29માં શૈક્ષિક સંઘનું આયોજન કરાયું.

આજના દિવસે પીએમનો આ કાર્યક્રમ સિવાય તેઓ આજે આવાસોનું લોકાર્પણ કરશે. આ સિવાય તેમની બેઠક પણ સીએમ સાથે યોજાય તેવી શક્યતાઓ છે. પીએમના એક દિવસનો આ ગુજરાત પ્રવાસ રહેશે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -