18 C
Ahmedabad
Sunday, November 22, 2026

કૃષિ મંત્રી રમેશભાઈ કટારાના હસ્તે સુખસરથી ભોજેલા સુધીના ₹1.17 કરોડના RCC રોડનું ખાતમુહૂર્ત સંપન્ન


કૃષિ મંત્રી રમેશભાઈ કટારાના હસ્તે સુખસરથી ભોજેલા સુધીના ₹1.17 કરોડના RCC રોડનું ખાતમુહૂર્ત સંપન્ન

નાગરિકોની સુખાકારી અને સરળ આવાગમનને વધુ ઉત્તમ બનાવવા માટે વિકાસકાર્યોની હારમાળા વચ્ચે વધુ એક મહત્વપૂર્ણ વિકાસકાર્યનો શુભારંભ કરવામાં આવ્યો છે. સુખસરથી ભોજેલાના નાગરિકો માટે અવર-જવર વધુ સરળ બને તે હેતુસર અંદાજે ₹૧.૧૭ કરોડના ખર્ચે નિર્માણ પામનાર RCC રોડનું કૃષિ મંત્રી અને 129 વિધાનસભાના ધારાસભ્ય રમેશ કટારાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાત રાજ્યના કૃષિ મંત્રી અને ૧૨૯-ફતેહપુરા વિધાનસભા ક્ષેત્રના લોકપ્રિય ધારાસભ્ય શ્રી રમેશભાઈ કટારાના વરદ્દ હસ્તે રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે સાગડાપાડા જિલ્લા પંચાયતના સભ્ય શ્રીમતી નંદાબેન રમેશભાઈ કટારા, ભાજપ પ્રદેશ સંગઠન મંત્રી શંકરભાઈ આમલીયાર, આસપાસના ગામોના સરપંચશ્રીઓ, અગ્રણીઓ, વડીલો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

સુખસરથી ભોજેલા સુધીના આ માર્ગના નિર્માણથી આ વિસ્તારના નાગરિકો, ખેડૂતો અને વાહનચાલકોને વર્ષોથી અવર-જવર કરવામાં પડતી મુશ્કેલીઓમાંથી કાયમી છુટકારો મળશે. આ નવો RCC રોડ બનવાથી વિસ્તારમાં વાહનવ્યવહાર વધુ સુરક્ષિત, ઝડપી અને સરળ બનશે, જેનાથી વેપાર-રોજગાર અને ખેતપેદાશોની હેરફેરમાં પણ મોટો ફાયદો થશે.

રિપોર્ટર : યાસીર ગુડાલા, ફતેપુરા


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -