22 C
Ahmedabad
Thursday, November 12, 2026

મધર ડેરી બાદ હવે અમૂલે પણ વધાર્યા દૂધના ભાવ, પ્રતિ લિટર રૂ.2થી 4નો વધારો


દેશભરમાં દૂધના ભાવમાં ફરી એકવાર વધારો થયો છે. મધર ડેરી બાદ હવે અમૂલ દ્વારા પણ દૂધના ભાવમાં પ્રતિ લિટર રૂ.2થી 4 સુધીનો વધારો કરવામાં આવ્યો છે. ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF) દ્વારા અમૂલના તાજા પેક દૂધની કિંમતોમાં આશરે 4થી 5.5 ટકા સુધીનો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. નવા ભાવ ગુરુવાર, 12 નવેમ્બર 2026થી દેશભરના મુખ્ય બજારોમાં અમલી બનશે.

અમૂલના સૌથી વધુ વેચાતા વેરિઅન્ટ અમૂલ તાજા ટોન્ડ મિલ્ક (3 ટકા ફેટ)ના ભાવમાં પ્રતિ લિટર રૂ.2નો વધારો કરાયો છે. જ્યારે અમૂલ ગોલ્ડ (6 ટકા ફેટ)ના ભાવમાં પ્રતિ લિટર રૂ.4નો વધારો કરવામાં આવ્યો છે.

ઉત્પાદન ખર્ચમાં વધારાને પગલે નિર્ણય

GCMMFના જણાવ્યા અનુસાર, દૂધના ભાવમાં વધારા પાછળનું મુખ્ય કારણ ઉત્પાદન અને પ્રોસેસિંગ ખર્ચમાં થયેલો વધારો છે. છેલ્લા એક વર્ષ દરમિયાન લીલા અને સૂકા ઘાસચારા, પશુઆહાર માટે વપરાતા તેલની ખોળ, મકાઈ અને ગોળ જેવી કાચી સામગ્રીના ભાવમાં વધારો થયો છે. આ ઉપરાંત દૂધના પેકિંગ માટે વપરાતી ફિલ્મ અને ઇંધણના ખર્ચમાં પણ વધારો નોંધાયો છે.

કંપનીના જણાવ્યા અનુસાર, ગુજરાત સહિત દેશના અનેક વિસ્તારોમાં ઓછા અને અનિયમિત વરસાદને કારણે પશુપાલકોને પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આવી સ્થિતિમાં દૂધ ઉત્પાદક ખેડૂતોને યોગ્ય ભાવ મળી રહે તે હેતુથી દૂધના છૂટક વેચાણના ભાવમાં વધારો કરવાનો નિર્ણય લેવાયો છે.

દૂધ ઉત્પાદક ખેડૂતોને મળશે લાભ

અમૂલના જણાવ્યા અનુસાર, છેલ્લા એક વર્ષમાં સભ્ય દૂધ સંઘો દ્વારા ખેડૂતો પાસેથી દૂધ ખરીદવાના ભાવમાં 4થી 5 ટકા સુધીનો વધારો કરવામાં આવ્યો છે. હવે ખેડૂતોને વધુ સારું વળતર મળી રહે તે માટે છૂટક વેચાણના ભાવમાં સુધારો કરવામાં આવ્યો છે.

GCMMFએ વધુમાં જણાવ્યું છે કે અમૂલના સહકારી માળખા હેઠળ ગ્રાહકો પાસેથી મળતી આવકમાંથી આશરે 80 ટકા હિસ્સો દેશના 36 લાખ દૂધ ઉત્પાદક ખેડૂતોને પરત કરવામાં આવે છે. દૂધના વેચાણભાવમાં થયેલા વધારાનો મોટો હિસ્સો પણ ખેડૂતો સુધી પહોંચશે. કંપનીના મતે આ નિર્ણયથી પશુપાલકોને આર્થિક સહાય મળશે અને દૂધ ઉત્પાદન વધારવા માટે પ્રોત્સાહન મળશે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -