દુષ્કાળગ્રસ્ત ખેડૂતોની મદદ માટે સિદ્ધિવિનાયક મંદિર ટ્રસ્ટ આગળ આવ્યું, મુખ્યમંત્રી રાહત ફંડમાં આપ્યા રૂ.10 કરોડ
મહારાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં સર્જાયેલી દુષ્કાળની પરિસ્થિતિ વચ્ચે મુશ્કેલીનો સામનો કરી રહેલા ખેડૂતોને રાહત આપવા માટે શ્રી સિદ્ધિવિનાયક ગણપતિ મંદિર ટ્રસ્ટે ઉદાર સહાય કરી છે. ટ્રસ્ટ દ્વારા મુખ્યમંત્રી રાહત ફંડમાં રૂ.10 કરોડની આર્થિક સહાય આપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, આ વર્ષે મહારાષ્ટ્રના કુલ 358 તાલુકાઓમાંથી 304 તાલુકાઓમાં દુષ્કાળ જેવી સ્થિતિ ઊભી થઈ છે. જેના કારણે ખેડૂતો સહિત અનેક નાગરિકો મુશ્કેલીમાં મુકાયા છે. આવી સ્થિતિમાં રાજ્ય સરકારની સાથે અન્ય લોકો અને સંસ્થાઓ પણ અસરગ્રસ્ત ખેડૂતોની મદદ માટે આગળ આવી રહી છે.
મુખ્યમંત્રીને રૂ.10 કરોડનો ચેક અર્પણ કર્યો
દુષ્કાળગ્રસ્ત ખેડૂતો અને અસરગ્રસ્ત નાગરિકોને આર્થિક સહાય પહોંચાડવાના હેતુથી શ્રી સિદ્ધિવિનાયક ગણપતિ મંદિર ટ્રસ્ટની વ્યવસ્થાપન સમિતિએ સામાજિક જવાબદારીના ભાગરૂપે આ નિર્ણય લીધો છે.
9 નવેમ્બર 2026ના રોજ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને રૂ.10 કરોડનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. ટ્રસ્ટના અધ્યક્ષ અને રાજ્યમંત્રીનો દરજ્જો ધરાવતા સદાનંદ સરવણકર તેમજ ટ્રસ્ટના ખજાનચી આચાર્ય પવનકુમાર ત્રિપાઠીએ મુખ્યમંત્રીને આ ચેક સોંપ્યો હતો.
- Advertisement -
- Advertisement -