29.5 C
Ahmedabad
Thursday, October 22, 2026

VGGS 2027માં રાજસ્થાનના ઉદ્યોગોને રોકાણ અને સહયોગ વધારવા માટે ગુજરાતનું આમંત્રણ


જયપુર રોડશોમાં ગુજરાતે સેમિકન્ડક્ટર, ક્લીન એનર્જી અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે પોતાની ક્ષમતા દર્શાવી; રાજસ્થાનના વેપારીઓ અને ઉદ્યોગપતિઓએ ગુજરાતમાં વ્યાપારિક તકો શોધવામાં રસ બતાવ્યો

મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે 10 થી 12 જાન્યુઆરી, 2027 દરમિયાન યોજાનારા વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (VGGS) 2027 પૂર્વે જયપુરમાં આયોજીત રોડ-શોમાં ગુજરાત સરકારે રાજસ્થાનના વેપારી સમુદાયને અને રોકાણ કરવા માટે આમંત્રણ આપ્યું હતું.

આ રોડ-શોમાં સમગ્ર રાજસ્થાનમાંથી ઉદ્યોગપતિઓ, વેપારીઓ અને વેપારી પ્રતિનિધિઓ ભેગા થયા હતા, જેણે બંને પાડોશી રાજ્યોને રોકાણની તકો અને સંભવિત ભાગીદારી શોધવા માટે એક પ્લેટફોર્મ પુરુ પાડયું હતું. ગુજરાતના પ્રતિનિધિમંડળે ઉદ્યોગ પ્રતિનિધિઓ સાથે વન-ટુ-વન (એક-સાથે-એક) બેઠકો પણ યોજી હતી, જેમાં રાજ્યની વેપાર-અનુકૂળ નીતિઓ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઔદ્યોગિક ઇકોસિસ્ટમ અને રોકાણકારો માટે સરકારીના સહયોગ પર ફોક્સ પાડવામાં આવ્યો હતો.

સભાને સંબોધતા ગુજરાતના માનનીય ,શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, અને ગ્રામીણ વિકાસ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાએ ગુજરાત સરકાર વતી ઉપસ્થિત તમામનું સ્વાગત કર્યું હતું.

વાઇબ્રન્ટ ગુજરાતની પહેલની શરૂઆતને યાદ કરતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, જ્યારે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 2003માં જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે આ સમિટની શરૂઆત કરી હતી, ત્યારે રાજ્ય સંચાલિત ગ્લોબલ બિઝનેસ સમિટનો ખ્યાલ બહુ ઓછા લોકોને હતો. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ વાઇબ્રન્ટ ગુજરાત રોકાણ, ઉદ્યોગ અને આંતરરાષ્ટ્રીય વ્યાપારિક જોડાણ માટેનું એક મુખ્ય મંચ બની ગયું છે.

માનનીય મંત્રીશ્રી કુંવરજી બાવળિયાએ ઉમેર્યું હતું કે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય તેના વિકાસ એજન્ડાનો સતત વિસ્તાર કરી રહ્યું છે. 2026માં શરુ કરાયેલી પ્રથમ ‘વાઇબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સ’ (VGRC) એ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં રોકાણની તકો વિસ્તરવા તરફનું વધુ એક પગલું છે.

માનનીય મંત્રીશ્રી કુંવરજી બાવળિયાએ રાજસ્થાનના વ્યાપારિક સમુદાયને આગામી સમિટમાં ભાગ લેવા પ્રોત્સાહિત કરતા કહ્યું, “આજે સમગ્ર દેશ સ્વીકારે છે કે ગુજરાતમાં રોકાણ કરવાનો આ યોગ્ય સમય છે. ગુજરાત તકોની રાહ જોતું નથી, તે તકોનું નિર્માણ કરે છે!”

ગુજરાત અને રાજસ્થાન: સાહસિકતાનો સહિયારો વારસો

બંને પાડોશી રાજ્યો વચ્ચેના લાંબા સમયના સંબંધો પર પ્રકાશ પાડતા, ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ (GUVNL) ના મેનેજિંગ ડિરેક્ટર શ્રીમતી શાલિની અગ્રવાલ (IAS) એ તેમના સાંસ્કૃતિક, ઐતિહાસિક અને આર્થિક સંબંધો વિશે વાત કરી હતી. તેમણે કહ્યું કે, “રાજસ્થાન મારી ‘જન્મભૂમિ’ છે અને ગુજરાત મારી ‘કર્મભૂમિ’ છે. આજે રાજસ્થાન અને ગુજરાતને એકસાથે લાવવાની અને ‘વિકસિત ભારત 2047’ ના વિઝનને આગળ ધપાવવામાં યોગદાન આપવાની આ તક મળવા બદલ હું મારી જાતને ભાગ્યશાળી માનું છું.”

તેમણે ભારતના ઔદ્યોગિક વિકાસમાં ગુજરાતી અને મારવાડી સાહસિકોના નોંધપાત્ર યોગદાનનો સ્વીકાર કર્યો અને ગુજરાતની વિકાસગાથામાં રાજસ્થાનની ભૂમિકાને રેખાંકિત કરી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે બંને રાજ્યો પાસે રોકાણ, વેપાર, કૌશલ્ય વિકાસ અને વ્યાપારિક ભાગીદારી દ્વારા પોતાની સહિયારી શક્તિઓને મજબૂત બનાવવાની વિશાળ તકો રહેલી છે.

રાજસ્થાનના ઉદ્યોગોએ ગુજરાતમાં રસ દાખવ્યો

રોડશો પછી મીડિયા સાથે વાત કરતા માનનીય મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાએ જણાવ્યું હતું કે રાજસ્થાનના ઘણા વેપારીઓ અને ઉદ્યોગપતિઓએ ગુજરાતમાં નવા સાહસો શરૂ કરવા અથવા વિવિધ ક્ષેત્રોમાં VGGS 2027 માં ભાગ લેવાની તેમની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું હતું કે ગુજરાત સરકાર સંભવિત રોકાણકારોને જોડવા અને જાન્યુઆરીની સમિટ પૂર્વે ગતિવિધિઓને મજબૂત કરવા માટે અન્ય રાજ્યો અને દેશોમાં પણ આ પ્રકારના રોડ-શોનું આયોજન કરી રહી છે. VGGS 2027 માં ભાગ લેવામાં રસ ધરાવતા રોકાણકારોને સરકાર સંપૂર્ણ સહયોગ આપશે.

ગુજરાતની વિકાસગાથા: સુશાસન, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રોકાણ

વર્ષ 2027 એ વાઇબ્રન્ટ ગુજરાતની પહેલ અને રાજ્યના વિકાસ એજન્ડા સાથે સંકળાયેલી સુશાસન યાત્રાના 25 વર્ષ પૂર્ણ કરશે. ગુજરાત ભારતના GDP માં આશરે 8.3% યોગદાન આપે છે અને સ્થાનિક તથા આંતરરાષ્ટ્રીય રોકાણ માટે એક મુખ્ય સ્થળ તરીકે સતત સ્થાન ધરાવે છે.

શ્રીમતી શાલિની અગ્રવાલે ગુજરાતની સાહસિક ઇકોસિસ્ટમ પર પ્રકાશ પાડતા નોંધ્યું કે, સ્થિર નીતિગત વાતાવરણ, ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ (સરળ વ્યાપાર) પર ભાર અને ઔદ્યોગિક વિકાસ માટે જમીનની ઉપલબ્ધતાના આધારે સમગ્ર રાજ્યમાં અલગ-અલગ વ્યવસાયો કાર્યરત છે.

રાજ્યનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર નેટવર્ક—જેમાં મુખ્ય બંદરો, આંતરરાષ્ટ્રીય હવાઈ કનેક્ટિવિટી, ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર, મેટ્રો રેલ નેટવર્ક અને મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સામેલ છે . જે ઉત્પાદન (મેન્યુફેક્ચરિંગ), લોજિસ્ટિક્સ અને વેપાર માટે નોંધપાત્ર લાભો પૂરા પાડે છે.

તેમણે ધોલેરાના વિકાસનો પણ ઉલ્લેખ કર્યો, જેને એક મુખ્ય ઔદ્યોગિક અને રોકાણ હબ તરીકે વિકસાવવા માટે ત્યાં આગળ રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને અન્ય સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે.

સ્થાપિત ઉદ્યોગોથી લઈને ઉભરતી ટેકનોલોજી સુધી

કેમિકલ્સ, પેટ્રોકેમિકલ્સ, ડાયમંડ પ્રોસેસિંગ અને રિફાઇનિંગમાં ગુજરાતની સ્થાપિત ક્ષમતાઓ તેના ઔદ્યોગિક અર્થતંત્રનો મજબૂત આધાર છે. આ સાથે જ, વિશાળ અને સતત વધતા માઇક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝિસ (MSME) ઇકોસિસ્ટમના ટેકાથી રાજ્ય સેમિકન્ડક્ટર્સ, ડેટા સેન્ટર્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), બેટરી મેન્યુફેક્ચરિંગ અને રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ (R&D) સહિતના ઉભરતા ક્ષેત્રોમાં પોતાનો વિસ્તાર કરી રહ્યું છે.

ક્લીન એનર્જી (સ્વચ્છ ઊર્જા) પર શ્રીમતી શાલિની અગ્રવાલે ભારતની ઊર્જા ક્ષમતાના પરિવર્તનમાં ખાવડા રિન્યુએબલ એનર્જી વિકાસને એક મુખ્ય યોગદાનકર્તા તરીકે દર્શાવ્યો. તેમણે સેમિકન્ડક્ટર ઉત્પાદનને ટેકો આપવા અને વૈશ્વિક ટેકનોલોજી સપ્લાય ચેઈનમાં ગુજરાતના સ્થાનને મજબૂત કરવા માટે સાણંદ અને ધોલેરામાં વિકસાવવામાં આવી રહેલા ઇન્ફ્રાસ્ટ્રક્ચર તરફ પણ ધ્યાન દોર્યું હતું.

VGGS 2027 વેપાર માટે સહયોગ માટે મંચ પૂરો પાડશે

વિકાસ માટેના સહયોગી અભિગમ આધારિત VGGS 2027 ગુજરાત અને અન્ય રાજ્યો વચ્ચે ભાગીદારી બનાવવાનો પ્રયાસ કરશે. બંને રાજયોની ભૌગોલિક નિકટતા અને પૂરક ઔદ્યોગિક શક્તિઓને ધ્યાનમાં રાખીને, ગુજરાત અને રાજસ્થાન પાસે ઉત્પાદન, સેવાઓ, વેપાર અને કૌશલ્ય વિકાસમાં સહયોગ કરવાની શ્રેષ્ઠ તકો છે.

આ સમિટ રાજસ્થાનના વ્યવસાયો માટે નીચે મુજબના વિવિધ મંચ પૂરા પાડવામાં આવશે:

ગ્લોબલ ટ્રેડ શો અને એક્ઝિબિશન: ઉદ્યોગપતિઓ અને વેપારીઓ માટે ઉત્પાદનો અને સેવાઓનું પ્રદર્શન કરવા અને નવા બજારો શોધવાની તક.

ખરીદરનાર-વેચનાર માટે મુલાકાતો: બંને રાજ્યોના ખરીદદારો અને વેચાણકર્તાઓને જોડવા અને વ્યાપારિક ભાગીદારીની સુવિધા આપવા માટેનું એક મંચ.

વેન્ડરો માટે મુલાકાતો: કંપનીઓ માટે સપ્લાયર્સની ઓળખ કરવા અને ગુજરાત તથા રાજસ્થાનમાં વેન્ડર નેટવર્ક વિકસાવવાની તકો.

સ્ટાર્ટઅપ અને ટેકનોલોજી સમિટ: સ્ટાર્ટઅપ્સ અને ટેકનોલોજી ઇનોવેટર્સ માટે સોલ્યુશન્સ પ્રદર્શિત કરવા, વિચારોની આપ-લે કરવા અને સહયોગ શોધવા માટેનું મંચ.

ભારતના વિકાસની આકાંક્ષાઓમાં સ્થાનિક બજારના વિસ્તરણની સાથે નિકાસને પ્રોત્સાહન અને ભારતીય વ્યવસાયોને વૈશ્વિક સપ્લાય ચેઈનમાં સાંકળવા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. તેમની મૂલ્ય શ્રૃંખલા (વેલ્યુ ચેઈન) ને મજબૂત કરવા અને સાહસો માટે નવી તકો ઊભી કરવા માટે મેન્યુફેક્ચરિંગ અને સેવાઓ ક્ષેત્રે સહયોગના મહત્વ પર ભાર મૂક્યો હતો.

ગુજરાતના વિકાસના આગામી તબક્કામાં ભાગીદાર બનવા આમંત્રણ

જાન્યુઆરી 10–12, 2027 દરમિયાન મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે યોજાનારી આગામી સમિટની તૈયારી કરી રહેલું ગુજરાત રાજસ્થાનના ઉદ્યોગપતિઓ, વેપારીઓ અને સાહસિકોને વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027 માં ભાગ લેવા માટે અને રોકાણ, વેપાર તથા સહયોગ માટેની તકો શોધવા આમંત્રણ આપવા સાથે રોડ-શોનું સમાપન થયું હતું.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -