32.3 C
Ahmedabad
Thursday, October 22, 2026

ગાંધીનગરના અડાલજ ખાતે ‘વંદે માતરમ કેમ્પ’નો ભવ્ય પ્રારંભ: શિક્ષણ રાજ્ય મંત્રી શ્રીમતી રિવાબા જાડેજાએ કર્યું ઉદ્ઘાટન


માય ભારત, ગાંધીનગર (ગુજરાત) દ્વારા અડાલજ, ગાંધીનગર સ્થિત ‘હાર્ટફુલનેસ મેડિટેશન સેન્ટર’ ખાતે 22 થી 28 ઑક્ટોબર, 2026 દરમિયાન સાત દિવસીય ‘વંદે માતરમ કેમ્પ’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પનો શુભારંભ ગુજરાત સરકારના પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ વિભાગના રાજ્ય મંત્રી શ્રીમતી રિવાબા રવિન્દ્રસિંહ જાડેજાના વરદહસ્તે કરવામાં આવ્યો હતો.

આ રાષ્ટ્રીય કક્ષાના કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય યુવાનોમાં રાષ્ટ્રીય એકતા, સાંસ્કૃતિક આદાન-પ્રદાન, પરસ્પર સમજણ અને રાષ્ટ્રીય ઓળખની ભાવનાને વધુ સુદ્રઢ બનાવવાનો છે. આ પ્રસંગે ઉપસ્થિત સૌએ સામૂહિક ‘વંદે માતરમ્’ ગાન દ્વારા દેશભક્તિ અને રાષ્ટ્રીય ગૌરવની ભાવના વ્યક્ત કરી હતી.

કેરળથી આવેલા યુવા સહભાગીઓ દ્વારા રજૂ કરવામાં આવેલા મનમોહક સાંસ્કૃતિક નૃત્યે ઉપસ્થિત સૌના દિલ જીતી લીધા હતા અને ભારતની વિવિધતામાં એકતાનું સુંદર ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

મહાનુભાવોની ગરિમામય ઉપસ્થિતિ

ઉદ્ઘાટન પ્રસંગે ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના અધ્યક્ષ શ્રીમતી ધર્મિષ્ઠાબેન ગજ્જર, માય ભારત ગુજરાતના નિયામક શ્રી સચિન શર્મા, સહાયક નિયામક શ્રી શ્રેયાંશ સિંહ તથા DD શ્રી પંકજ યાદવ સહિતના અનેક વિશિષ્ટ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

શિક્ષણ રાજ્ય મંત્રી શ્રીમતી રિવાબા જાડેજાએ ઉપસ્થિત યુવાનો સાથે એક વિશેષ સંવાદાત્મક સત્ર યોજ્યું હતું. આ સત્રમાં તેમણે વંદે માતરમ્, ‘વિકસિત ભારત’ની સંકલ્પના, સુશાસન, રાષ્ટ્રીય વિકાસ નીતિઓ અને “એક પેડ મા કે નામ” જેવા મહત્વપૂર્ણ વિષયો પર ગહન ચર્ચા કરી હતી. તેમણે યુવાનોને જવાબદાર નાગરિક બની રાષ્ટ્રનિર્માણ અને ટકાઉ વિકાસમાં સક્રિય ફાળો આપવા પ્રેરણા પૂરી પાડી હતી.

દેશના વિવિધ પ્રદેશોમાંથી ૧૫૦ યુવાનોની ભાગીદારી

આ કેમ્પમાં હિમાચલ પ્રદેશ, ઓડિશા, તેલંગાણા, કેરળ અને બિહાર તેમજ કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવમાંથી 150 જેટલા યુવા સહભાગીઓ જોડાયા છે. આ આયોજનથી યુવાનોને પોતાની સંસ્કૃતિ તથા પરંપરાઓની આપ-લે કરવાનો અને રાષ્ટ્રીય એકતાના બંધનને મજબૂત કરવાનો સોનેરી અવસર મળ્યો છે.

કેમ્પ દરમિયાન સહભાગીઓ માટે તા.24 ઑક્ટોબર,2026ના રોજ રાજ્યપાલશ્રીના નિવાસસ્થાનની મુલાકાત તથા જિલ્લા કલેક્ટરશ્રી સાથે યુવા સંવાદનું આયોજન કરવામાં આવ્યું છે.જેનાથી યુવાનોને સુશાસન અને વહીવટી પ્રક્રિયા વિશે પ્રત્યક્ષ સમજ મળશે. આ ઉપરાંત યુવાનોને ગુજરાતના વૈજ્ઞાનિક, શૈક્ષણિક અને ઐતિહાસિક વારસાથી માહિતગાર કરવા સાયન્સ સિટી અને સાબરમતી ખાતે શૈક્ષણિક પ્રવાસ પણ યોજાશે.

માય ભારત, ગાંધીનગરના જિલ્લા યુવા અધિકારીની યાદીમાં જણાવ્યા મુજબ,28 ઑક્ટોબર સુધી ચાલનારા આ કેમ્પ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો, સંવાદો અને પ્રવાસો થકી રાષ્ટ્રના વિકાસમાં યોગદાન આપવા સક્ષમ, જાગૃત અને જવાબદાર યુવા પેઢીનું ઘડતર કરવાનો નમ્ર પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -