29.3 C
Ahmedabad
Saturday, October 17, 2026

ગુજરાત હાઇકોર્ટનો મહત્વનો હુકમ: ACB FIR મામલે મંડળીના ચેરમેનને વચગાળાની રાહત


ગુજરાત હાઇકોર્ટે ભ્રષ્ટાચાર નિવારણ કાયદા હેઠળ નોંધાયેલી FIR રદ કરવાની માંગ સાથે કરવામાં આવેલી અરજીમાં અરજદારને વચગાળાની રાહત આપી છે. જસ્ટિસ એમ.કે. ઠક્કરની બેન્ચે અરજદાર અશ્વિનકુમાર સામજીભાઈ પારગીની અરજી પર રાજ્ય સરકારને નોટિસ પાઠવી છે. આ મામલે આગામી સુનાવણી 1 ઓક્ટોબર, 2026ના રોજ હાથ ધરાશે.

મળતી વિગતો મુજબ, જમીન/દુકાનના વેચાણ વ્યવહારને લઈને વિવાદ ઊભો થયો હતો. વ્યવહારની કુલ રકમ ₹5 લાખ નક્કી કરવામાં આવી હોવાનું અરજદાર તરફથી કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યું હતું. ફરિયાદી તરફથી 19 ઓક્ટોબર 2022ના રોજ ₹1 લાખ, 29 ડિસેમ્બર 2022ના રોજ ₹2 લાખ અને બાકીની રકમ સપ્ટેમ્બર 2024માં ચૂકવવામાં આવી હોવાનું જણાવાયું હતું.

અરજદાર તરફથી વધુમાં રજૂઆત કરવામાં આવી હતી કે, જાન્યુઆરી 2024માં મંડળી દ્વારા ઠરાવ કરી દુકાનનો કબ્જો ફરિયાદીને સોંપી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ ફરિયાદી દ્વારા ACB પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરવામાં આવી હતી અને લાંચના આરોપને લઈને ટ્રેપ ગોઠવવામાં આવી હતી. જોકે, રજૂઆત મુજબ આ ટ્રેપ સફળ રહી ન હતી.

ત્યારબાદ ફરિયાદીના મોબાઇલમાં રેકોર્ડ થયેલી વાતચીત તથા FSLના વોઇસ સ્પેક્ટ્રોગ્રાફી રિપોર્ટના આધારે અરજદાર વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ કાયદાની કલમ 7(a), 13(1) અને 13(2) હેઠળ FIR નોંધવામાં આવી હતી.

અરજદાર તરફથી દલીલ કરવામાં આવી હતી કે ઓડિયો ટ્રાન્સક્રિપ્ટ તથા FSL રિપોર્ટમાં કથિત ગેરકાયદેસર માંગણી કઈ ચોક્કસ તારીખે, સમયે કે કયા વર્ષમાં કરવામાં આવી હતી તેનો સ્પષ્ટ ઉલ્લેખ નથી. સાથે જ દુકાનનો કબ્જો મંડળીના ઠરાવથી અગાઉથી જ ફરિયાદીને સોંપવામાં આવ્યો હોવાની બાબત પણ કોર્ટના ધ્યાન પર લાવવામાં આવી હતી.

આ રજૂઆતોને ધ્યાનમાં લેતા હાઇકોર્ટે પ્રથમદર્શી રીતે (Prima Facie) અરજદાર તરફની દલીલોમાં વિચારણા જરૂરી હોવાનું માનીને રાજ્ય સરકારને નોટિસ પાઠવી છે. સાથે જ અરજદારને અરજીના પેરા-7(c) મુજબ વચગાળાની રાહત (Ad-interim Relief) આપવામાં આવી છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -