આજથી થનારી બેંકોની હડતાળ ટળી, IBA અને UFBU ની બેઠક પછી નિર્ણય…
સામાન્ય જનતા માટે રાહતભર્યા સમાચાર છે. સોમવારથી ત્રણ દિવસ માટે યોજાનારી બેંકોની હડતાળ મોકૂફ રાખવામાં આવી છે. ઈન્ડિયન બેંક્સ એસોસિએશન (IBA) અને યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ (UFBU) વચ્ચે રવિવારે યોજાયેલી બેઠક બાદ ત્રણ દિવસની બેંક હડતાળ પાછી ખેંચવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. UFBU ના સર્ક્યુલર નંબર 2026/31 મુજબ, રવિવારે રાત્રે 9:30 વાગ્યે IBA અને UFBU વચ્ચે બેઠક યોજાઈ હતી. ચર્ચા-વિચારણા બાદ બંને પક્ષો વચ્ચે સહમતિ સધાતા હડતાળ પાછી ખેંચવામાં આવી છે.
આ સર્ક્યુલર પર AIBEA ના સી.એચ. વેંકટાચલમ, AIBOC ના રૂપમ રોય, NCBE ના એલ. ચંદ્રશેખર, AIBOA ના સંજય ખાન, BEFI ના દેબાશીષ બાસુ ચૌધરી, INBOC ના પ્રેમ મક્કર અને INBEF ના ઓ.પી. શર્મા સહિતના યુનિયન નેતાઓની સહીઓ છે. વિગતવાર સર્ક્યુલર જલ્દીથી બહાર પાડવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, બેંક કર્મચારીઓની યુનિયન – યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ (UFBU) દ્વારા 28 થી 30 સપ્ટેમ્બર, 2026 સુધી 3 દિવસની દેશવ્યાપી બેંક હડતાળનું આહ્વાન કરવામાં આવ્યું હતું. આ હડતાળ 26 અને 27 સપ્ટેમ્બરના શનિવાર અને રવિવારની રજાઓ પછી તરત જ થવાની હતી. આ સંજોગોમાં, બેંકોનું કામકાજ સતત 5 દિવસ સુધી ઠપ્પ રહેવાનું હતું.જેની સીધી અને માઠી અસર સામાન્ય ગ્રાહકો પર પડવાની નિશ્ચિત હતી. બેંકોમાં સતત 5 દિવસ સુધી કામકાજ બંધ રહેવું એ એક મોટી સમસ્યા છે.કારણે રવિવારે પણ બેંકો ખુલ્લી રાખવાની જાહેરાત કરવામાં આવી હતી, જેથી સામાન્ય લોકો પોતાના જરૂરી કામો પતાવી શકે.
- Advertisement -
- Advertisement -