27 C
Ahmedabad
Tuesday, September 22, 2026

એશિયન ગેમ્સ 2026: પ્રથમ દિવસે ભારતે જીત્યા બે સિલ્વર મેડલ, સુચિકા તરીયાલે પણ પક્કો કર્યો પદક


એશિયન ગેમ્સ 2026ના પ્રથમ દિવસે ભારતીય અથલેટ્સએ શાનદાર શરૂઆત કરીને દેશનું નામ રોશન કર્યું છે. રમાઈ રહેલા આ ટુર્નામેન્ટના પહેલા જ દિવસે ભારતે નિશાનેબાજીમાં બે સિલ્વર મેડલ પોતાના નામે કર્યા છે. જેમાં સ્ટાર શૂટર ઇલાવેનિલ વાલારીવનું મોટું યોગદાન રહ્યું છે. ઇલાવેનિલે મહિલાઓની 10 મીટર એર રાઇફલ ટીમ સ્પર્ધામાં સોનમ મસ્કર અને વિદર્સા વિનોદ સાથે મળીને ભારતને પહેલો રજત પદક અપાવ્યો. ત્યારબાદ વ્યક્તિગત સ્પર્ધામાં પણ શ્રેષ્ઠ પ્રદર્શન કરીને બીજો રજત પદક જીતી લીધો હતો.

શૂટિંગ સિવાય અન્ય રમતોમાં પણ ભારતીય ખેલાડીઓનું વર્ચસ્વ જોવા મળ્યું છે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમે બાંગ્લાદેશને એકતરફી સેમિફાઇનલ મુકાબલામાં હરાવીને ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે, જેનાથી ભારતનો ઓછામાં ઓછો રજત પદક નિશ્ચિત થઈ ગયો છે. આની સાથે જ હોકીમાં ભારતીય મહિલા ટીમે ઉઝ્બેકિસ્તાનને 19-0થી અને પુરુષ ટીમે ઇન્ડોનેશિયાને 13-1ના તફાવતથી હરાવીને ધમાકેદાર વિજય નોંધાવ્યો છે. મિક્સ્ડ માર્શલ આર્ટ્સ (MMA)માં સુચિકા તરીયાલે સેમિફાઇનલમાં પહોંચીને ભારત માટે વધુ એક પદક પક્કો કરી દીધો છે, જ્યારે બેડમિન્ટનમાં પી.વી. સિંધુની આગેવાની હેઠળની મહિલા ટીમે કઝાકિસ્તાનને હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી છે. આમ, એશિયન ગેમ્સનો પહેલો દિવસ ભારતીય ખેલાડીઓ માટે સફળતા અને આશાઓથી ભરેલો રહ્યો હતો.

ટેકબોલમાં ભારતીય ટીમના હાથ લાગી નિરાશા

એશિયન ગેમ્સ 2026માં ભારતીય ટીમને 20 સપ્ટેમ્બરના રોજ ટેકબોલની ઇવેન્ટમાં પદકની આશા હતી, પરંતુ ભારે નિરાશાનો સામનો કરવો પડ્યો છે. ટેકબોલમાં ક્વિન્સી ડિસોઝા વિમેન્સ સિંગલ્સ અને મિક્સ્ડ ડબલ્સ કેટેગરીમાં બ્રોન્ઝ પદક સુધી પહોંચ્યા હતા. પરંતુ બંને મેચોમાં તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. ટેકબોલની વિમેન્સ સિંગલ્સમાં ક્વિન્સી ડિસોઝાને હાર મળી છે. ક્વિન્સી ડિસોઝાએ બ્રોન્ઝ પદક મુકાબલામાં જાપાનની ખેલાડી સામે સારી શરૂઆત કરી હતી, પરંતુ તેને જાળવી શક્યા નહોતા. યુઇના સાકામોતોએ તેમને 12-11, 12-11ના તફાવતથી હરાવ્યા હતા.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -