દહેગામ ડેપો ખાતે ફરજ બજાવતા એસ.ટી. કર્મચારીઓએ પ્રામાણિકતા અને માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડી સમાજમાં એસ.ટી. નિગમનું ગૌરવ વધાર્યું છે.
પ્રામાણિકતાનો પ્રશંસનીય કિસ્સો
દહેગામ ડેપોની બસમાં મુસાફરી કરી રહેલા ધરીસણા ગામના મુસાફર સૈયદ ફેજાનનું રૂ.11200 (અગિયાર હજાર બસો) રોકડા ભરેલું પાકીટ બસમાં જ છૂટી ગયું હતું. આ દરમિયાન બસમાં ફરજ પર તૈનાત કંડકટર બારોટ અજીતભાઈ દિનેશભાઈ (બેજ નં. 569) તથા ડ્રાઈવર ચૌધરી વસંતભાઈ બાબુભાઈ (બેજ નં. 73 વી) ને આ પાકીટ મળી આવ્યું હતું.
મૂળ માલિકને સલામત સપ્રમાણ પરત
કંડકટર અને ડ્રાઈવરે કોઈ પણ લોભ-લાલચ વગર તુરંત જ પાકીટના મૂળ માલિકનો સંપર્ક કર્યો હતો. જરૂરી ખરાઈ કર્યા બાદ, રોકડ રકમ સાથેનું પાકીટ સૈયદ ફેજાનને સહીસલામત સોંપી દીધું હતું. પોતાની મહેનતની કમાણી સલામત પાછી મળતા મુસાફરે એસ.ટી. કર્મચારીઓનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.
દહેગામ ડેપો પરિવાર દ્વારા સન્માન

