ફતેપુરા તાલુકાના મોટીરેલ પૂર્વ ITI ખાતે ભારતીય જનતા પાર્ટીની ખાસ કાર્યશાળા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં 129-ફતેપુરા વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના મંત્રી રમેશભાઈ કટારા, દાહોદ જિલ્લાના પ્રદેશ મંત્રી શંકરભાઈ આમલીયાર, દાહોદ જિલ્લા ભાજપ મહામંત્રી અભિષેકભાઈ મેડા, ફતેપુરા મંડળના પ્રભારી દેવેન્દ્રસિંહ પરમાર, મંડળ પ્રમુખ ચિરાગભાઈ બારિયા તેમજ ઘુઘસ તાલુકા સભ્ય ભરત પારગી ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ભાજપના મહામંત્રીઓ, તમામ મોરચાની ટીમો, વિવિધ હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.


