31 C
Ahmedabad
Tuesday, September 22, 2026

ગુજરાતમાં કોડીનયુક્ત દવાઓના ગેરકાયદે વેચાણ અને ગેરઉપયોગ સામે તંત્રની લાલ આંખ:રાજ્યવ્યાપી સ્પેશ્યલ ડ્રાઇવ યોજાઈ


આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાની સૂચનાથી ત્રાટકેલું ખોરાક અને ઔષધ નિયમન તંત્ર: ₹ 83 લાખથી વધુનો માલ પ્રતિબંધિત (સ્થગિત ), 7 પેઢીઓને નોટિસ અને એકનો પરવાનો રદ કરાયો..

કોડીન ઘટક ધરાવતી દવાઓના ગેરકાયદેસર ઉપયોગ તથા અનધિકૃત વેચાણ સામે રાજ્યવ્યાપી સ્પેશ્યલ ડ્રાઇવ

આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાની અધ્યક્ષતામાં મળેલ બેઠક દરમિયાન આપવામાં આવેલ કડક સૂચના અન્વયે, કોડીન ઘટક ધરાવતી દવાઓના ગેરકાયદેસર ઉપયોગ,અનધિકૃત સંગ્રહ તથા વેચાણ ઉપર નિયંત્રણ લાવવા માટે ગુજરાત રાજ્યમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા વિશેષ ઝુંબેશ (Special Drive) તા. ૦૧ સપ્ટેમ્બર ૨૦૨૬ ના રોજ હાથ ધરવામાં આવી હતી. જેમાં બાલાજી ફાર્માનો ₹ 83 લાખથી વધુનો માલ જપ્ત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, વિવિધ 7 પેઢીઓને નોટિસ અને એકનો પરવાનો રદ કરવામાં આવ્યો છે.

આરોગ્ય મંત્રી શ્રી પાનશેરીયાએ આ સંદર્ભે કહ્યું હતું કે,તંત્ર દ્વારા કોડીન ઘટક ધરાવતી દવાઓના ગેરકાયદેસર સંગ્રહ, અનધિકૃત વેચાણ તથા ગેરઉપયોગ સામે ઝીરો ટોલરન્સની નીતિ સાથે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. નિયમોનું ઉલ્લંઘન કરનાર પેઢીઓ સામે લાગુ કાયદા અને નિયમો મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે.

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં જનતાના આરોગ્યના હિતમાં આવી દવાઓનો ઉપયોગ માત્ર માન્ય તબીબી પ્રિસ્ક્રિપ્શન તથા કાયદેસર માર્ગે જ થાય તે સુનિશ્ચિત કરવા માટે આરોગ્ય તંત્ર દ્વારા આ પ્રકારની તપાસ અને દેખરેખની કાર્યવાહી રાજ્યભરમાં સતત ચાલુ જ રહેશે તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

આ સ્પેશ્યલ ડ્રાઇવ અંતર્ગત વિવિધ જિલ્લાઓમાં આવેલ દવાના હોલસેલ તથા રિટેલ વેપારીઓની સઘન તપાસ હાથ ધરી, કોડીન ઘટક ધરાવતી દવાઓના ખરીદ-વેચાણ, સંગ્રહ તથા વિતરણ સંબંધિત રેકોર્ડની ચકાસણી કરવામાં આવી રહી છે.

આ અભિયાન દરમિયાન અમદાવાદ ગ્રામ્ય, અમદાવાદ-૧ તથા મહેસાણા જિલ્લામાં હાથ ધરાયેલ તપાસમાં આ મુજબની કાર્યવાહી કરવામાં આવી છે:

બાલાજી ફાર્મા, અમદાવાદ ગ્રામ્ય-

તપાસ દરમિયાન પેઢીના હાજર સ્ટોકમાંથી કોડીન ઘટક ધરાવતી Rexton-T Syrupની કુલ 37,762 બોટલ, MRP રૂ. 220/- પ્રતિ બોટલ, મળી આવી હતી. આ જથ્થાની અંદાજિત કિંમત રૂ. 83,07,640/- થાય છે. આ જથ્થાને વધુ ઉપયોગ/વેચાણ ન થાય તે માટે પ્રતિબંધિત (Prohibited) કરવામાં આવ્યો છે. વધુમાં, નિયત પ્રક્રિયા મુજબ પૃથ્થકરણ માટે Rexton-T Syrupનો નમૂનો લેવામાં આવ્યો છે. પેઢીના ખરીદ-વેચાણના રેકોર્ડની ચકાસણી કરતાં પેઢી દ્વારા મુખ્યત્વે કોડીન ઘટક ધરાવતી દવાઓનો વેપાર કરવામાં આવતો હોવાનું જણાયું છે. તપાસ દરમિયાન જણાયેલી ક્ષતિઓ અંગે પેઢીને કારણદર્શક નોટીસ પાઠવી ખુલાસો માંગવામાં આવ્યો છે.

હેલ્થ પોઇન્ટ ફાર્મા, કલોલ,ગાંધીનગર:

તા.31/08/2026ના રોજ હાથ ધરાયેલ તપાસ દરમિયાન તપાસ દરમિયાન જણાયેલી ક્ષતિઓ અંગે કારણદર્શક નોટીસ પાઠવી ખુલાસો માંગવામાં આવેલ હતો. પેઢીનો ખુલાસો સંતોષકારક ન જણાતા પેઢીનો દવા વેચાણનો પરવાનો રદ કરાયો છે.

ફાર્માલિન લાઇફસાયન્સિસ ચાંગોદર,અમદાવાદ ગ્રામ્ય:

તપાસ દરમિયાન દવાઓના ખરીદ-વેચાણના બીલો તથા અન્ય ક્ષતિઓ અંગે પેઢીને કારણદર્શક નોટીસ પાઠવી ખુલાસો માંગવામાં આવ્યો છે.

રેઇન રેમેડીઝ,સાંતેજ

અમદાવાદ ગ્રામ્ય-ગાંધીનગર:*
પેઢીમાં કોડીન ઘટક ધરાવતી દવાઓના ખરીદ-વેચાણ સંબંધિત બીલો તથા અન્ય રેકોર્ડની ચકાસણી કરવામાં આવી છે. તપાસ દરમિયાન જણાયેલી ક્ષતિઓ અંગે પેઢીને કારણદર્શક નોટીસ પાઠવી ખુલાસો માંગવામાં આવ્યો છે.

કેપિટલ ફાર્મા,વિસનગર,મહેસાણા

તપાસ દરમિયાન પેઢી મુખ્યત્વે કોડીન ઘટક ધરાવતી દવાઓનો વેપાર કરવામાં આવતો હોવાનું જણાયું છે. ખરીદ-વેચાણના બીલો તથા અન્ય ક્ષતિઓ અંગે પેઢીને કારણદર્શક નોટીસ પાઠવી ખુલાસો માંગવામાં આવ્યો છે.

HRDM ગ્લોબલ સોલ્યુશન્સ, અમદાવાદ-૧:
તપાસ દરમિયાન જણાયેલી ક્ષતિઓ અંગે પેઢીને કારણદર્શક નોટીસ પાઠવી ખુલાસો માંગવામાં આવ્યો છે.

જય અંબે ડિસ્ટ્રિબ્યુટર્સ, અમદાવાદ-૧:

તપાસ દરમિયાન કોડીન ઘટક ધરાવતી R Tuss TD Syrupની કુલ 57 બોટલ, MRP રૂ. 158/- પ્રતિ બોટલ, હાજર સ્ટોકમાં મળી આવી હતી. આ જથ્થાની અંદાજિત *કિંમત રૂ. 9,006/- થાય છે. જથ્થાને વધુ ઉપયોગ/વેચાણ ન થાય તે માટે પ્રતિબંધિત કરવામાં આવ્યો છે.* ખરીદ-વેચાણની વિગતોની ચકાસણી કરતાં પેઢી દ્વારા મુખ્યત્વે કોડીન ઘટક ધરાવતી દવાઓનો વેપાર કરવામાં આવતો હોવાનું જણાયું છે. તપાસ દરમિયાન જણાયેલી ક્ષતિઓ અંગે પેઢીને કારણદર્શક નોટીસ પાઠવી ખુલાસો માંગવામાં આવ્યો છે.

કૃષ્ણા ફાર્મા,કઠવાડા,અમદાવાદ-૧

તપાસ દરમિયાન જણાયેલી ક્ષતિઓ અંગે પેઢીને કારણદર્શક નોટીસ પાઠવવાની પ્રક્રિયા ચાલુ છે.

આ તમામ પેઢીઓની તપાસ દરમિયાન કોડીન ઘટક ધરાવતી દવાઓના ખરીદ તથા વેચાણના રેકોર્ડ, બીલો તથા અન્ય સંબંધિત દસ્તાવેજોની ચકાસણી હાથ ધરવામાં આવી રહી છે અને આ અંગેની આગળની તપાસ ચાલુ છે.

આમ, કુલ 7 પેઢીઓને કારણદર્શક નોટીસ પાઠવી આનુષાંગિક પગલા ભરવામાં આવશે તથા એક પેઢીના પરવાનો કાયમી ધોરણે રદ કરવામાં આવ્યા છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -