31 C
Ahmedabad
Wednesday, September 2, 2026

મિસ યુનિવર્સ ઇન્ડિયા 2026: કેરળની કેજિયા લિઝ મેજોએ જીત્યો તાજ, જયપુરમાં ભવ્ય ફિનાલે સંપન્ન


જયપુરમાં આયોજિત ‘મિસ યુનિવર્સ ઇન્ડિયા 2026’ સ્પર્ધાના શાનદાર અને રોમાંચક મુકાબલામાં કેરળની યુવા પ્રતિભા કેજિયા લિઝ મેજોએ દેશભરમાંથી આવેલી 53 સ્પર્ધકોને પાછળ છોડીને વિજેતાનો તાજ પોતાના શિરે પહેરાવ્યો છે. ગ્રાન્ડ ફિનાલેમાં મિસ યુનિવર્સ ઇન્ડિયા 2025 ની વિજેતા મનિકા વિશ્વકર્માએ નવી વિજેતાને તાજ અર્પણ કર્યો હતો. આ ભવ્ય વિજય સાથે કેરળની સુંદરી હવે આ વર્ષના અંતમાં પ્યુર્ટો રિકોમાં યોજાનારી વૈશ્વિક 75મી ‘મિસ યુનિવર્સ’ સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે.

(અનુશ્રી સતવાલેકર )ગુજરાત

જયરાજ કેપિટલ ખાતે યોજાયેલી આ રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધામાં દેશભરની 53 સુંદરીઓ વચ્ચે કાંટે કી ટક્કર જોવા મળી હતી. આકરી સ્પર્ધા અને વિવિધ તબક્કાઓને પાર કરીને અંતે ટોપ-5 ફાઇનલિરિસ્ટોએ અંતિમ રાઉન્ડમાં પ્રવેશ મેળવ્યો હતો. ટોપ-5ની આ યાદીમાં કેરળની કેજિયા લિઝ મેજો ઉપરાંત તમિલનાડુની વૈષ્ણવી ગણેશ, મહારાષ્ટ્રની તેજસ્વિની શ્રીવાસ્તવ, ગુજરાતની અનુશ્રી સતવાલેકર અને ઉત્તરાખંડની અનુભા વશિષ્ઠ સામેલ રહી હતી. અંતિમ રાઉન્ડમાં આ તમામ સ્પર્ધકો સામે માત્ર 40 સેકન્ડમાં પોતાના ક્લોઝિંગ રિમાર્ક રજૂ કરવાનો પડકાર રાખવામાં આવ્યો હતો. જેમાં પાંચેય ફાઇનલિરિસ્ટોએ ભવિષ્ય પ્રત્યેનો દ્રષ્ટિકોણ, જીવનની પડકારો અને આ મંચ સુધીની સફરને બેજોડ અંદાજમાં રજૂ કરી જજનું મન મોહી લીધું હતું. અંતિમ ચરણમાં કેરળ અને તમિલનાડુની સુંદરીઓ વચ્ચે શીર્ષ બે સ્થાન માટે મુકાબલો થયો હતો, જેમાં અંતે બાજી કેરળના હાથમાં રહી હતી.

વિજેતાઓની પસંદગી માટે ફિલ્મ જગતની દિગ્ગજ હસ્તીઓનું વિશેષ જજ પેનલ બનાવવામાં આવ્યું હતું. આ પ્રતિષ્ઠિત પેનલમાં અભિનેત્રી સુષ્મિતા સેન, સેલિના જેટલી, ઉર્વશી રૌતેલા અને ફિલ્મ નિર્માતા પ્રજ્ઞા કપૂર સહિતની અગ્રણી હસ્તીઓ સામેલ રહી હતી અને તેમણે સ્પર્ધકોના પ્રદર્શનનું મૂલ્યાંકન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે સુષ્મિતા સેને વર્ષ 1994માં, સેલિના જેટલીએ 2001માં અને ઉર્વશી રૌતેલાએ 2015માં આ ગૌરવવંતુ સન્માન મેળવ્યું હતું.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -