દહેગામ : ચામલા ગામમાં સ્ટ્રીટલાઇટના અજવાળે જુગાર રમતા 6 શખ્સો ઝડપાયા: રૂ. 11,420 નો મુદ્દામાલ જપ્ત
દહેગામ પોલીસ સ્ટેશનની સર્વેલન્સ સ્કોડની ટીમે તા. 23/08/2026 ના રોજ બહીયલ આઉટપોસ્ટ વિસ્તારમાં પેટ્રોલીંગ દરમિયાન બાતમીના આધારે ચામલા ગામમાં રેડ કરી હતી. આ રેડ દરમિયાન સ્ટ્રીટલાઇટના અજવાળે જાહેરમાં હારજીતનો જુગાર રમી રહેલા 6 ઇસમોને પોલીસે ઝડપી પાડ્યા છે અને કુલ રૂપિયા 11,420 નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, દહેગામ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્કોડના હેડ કોન્સ્ટેબલ કિરણસિંહ વિક્રમસિંહ અને તેમની ટીમ બહીયલ ઓ.પી. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન બાતમી મળી હતી કે ચામલા ગામમાં આવેલા છેલ્લા વાસમાં આંગણવાડીની સામે આર.સી.સી. રોડ પર ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમો સ્ટ્રીટલાઈટના અજવાળે ભેગા મળી પૈસા પાનાથી હારજીતનો જુગાર રમી રહ્યા છે.
આ બાતમીના આધારે પોલીસે પંચોને સાથે રાખીને બાતમીવાળી જગ્યા પર રેડ કરી હતી. પોલીસને જોઈને નાસી છૂટવાનો પ્રયાસ કરતા તમામ ઇસમોને કોર્ડન કરી પકડી પાડવામાં આવ્યા હતા. પંચોની રૂબરૂમાં પકડાયેલા તમામ આરોપીઓની અંગઝડતી અને દાવ ઉપરથી કુલ મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
પકડાયેલ આરોપીઓ અને અંગઝડતીની વિગતો:
1. રાજેશ મોહનસિંહ ભીખાજી ઝાલા (ઉ.વ. 24, રહે. ખાંટ વાળી વાસ, ચામલા ગામ, તા. દહેગામ, જી. ગાંધીનગર) – અંગઝડતીમાંથી રૂ. 1,700 મળી આવ્યા.
2. શિવાજી ભુપતજી ઝાલા (ઉ.વ. 35, રહે. ખાંટ વાળી વાસ, ચામલા ગામ, તા. દહેગામ, જી. ગાંધીનગર) – અંગઝડતીમાંથી રૂ. 750 મળી આવ્યા.
3. અશોકજી ચેહરાજી ભાવાજી સોલંકી (ઉ.વ. 36, રહે. વચલો વાસ, ચામલા ગામ, તા. દહેગામ, જી. ગાંધીનગર) – અંગઝડતીમાંથી રૂ. 1,950 મળી આવ્યા
4. ભરતભાઈ ગાંડાજી સોઢા (ઉ.વ. 42, રહે. આંગણવાડીની સામે, છેલ્લો વાસ, ચામલા ગામ, તા. દહેગામ; મૂળ રહે. કોડી ગામ, તા. દસક્રોઈ, જી. અમદાવાદ) – અંગઝડતીમાંથી રૂ. 1,460 મળી આવ્યા.
5. વિજયકુમાર મફાજી ફુલાજી ઠાકોર (ઉ.વ. 30, રહે. વકીલપુરા ખેતરમાં, તાબે-ચામલા ગામ, તા. દહેગામ, જી. ગાંધીનગર) – અંગઝડતીમાંથી રૂ. 1,800 મળી આવ્યા.
6. દશરથસિંહ કિરિટસિંહ રમેશસિંહ સોલંકી (ઉ.વ. 24, રહે. ભાથીજી વાળો વાસ, મીરાપુર ગામ, તા. દહેગામ, જી. ગાંધીનગર) – અંગઝડતીમાંથી રૂ. 2,140 મળી આવ્યા.
જપ્ત કરાયેલ મુદ્દામાલ:
આરોપીઓની અંગઝડતીના કુલ રોકડા: રૂ. 9,800
દાવ ઉપરથી મળેલા રોકડા: રૂ. 1,620
ગંજીપાના (કાર્ડ્સ): નંગ – 2
કુલ મુદ્દામાલ: રૂ. 11,420
પોલીસે ઉપરોક્ત તમામ 6 આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ-12 મુજબ ગુનો નોંધીને કાયદેસરની આગળની તપાસ હાથ ધરી
આ સફળ કામગીરી કરનાર પોલીસ ટીમ:
1. અ.હેડ.કોન્સ. ભદ્રેશકુમાર જ્યંતિભાઈ (બકલ નં.-1163).
2.અ.હેડ.કોન્સ. વિજયસિંહ તિતસિંહ (બકલ નં.-1185)
3. આ.હેડ.કોન્સ. કિરણસિંહ વિક્રમસિંહ (બકલ નં.-657)
4. આ.પો.કો. અજયસિંહ પ્રધ્યુમનસિંહ (બકલ નં.-1614)
5. આ.પો.કોન્સ. ચિરાગકુમાર રમેશભાઈ (બકલ નં.-140)
6. અ.પો.કોન્સ. વિક્રમભાઈ કમશીભાઈ (બકલ નં.-375)
આ રેડ અને તપાસની કામગીરી દહેગામ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ. એન. દેસાઈના માર્ગદર્શન કરવામાં આવી હતી.
- Advertisement -
- Advertisement -