31.4 C
Ahmedabad
Monday, August 3, 2026

બનાસ જનરલ સિવિલ હોસ્પિટલ, પાલનપુરમાં ગંભીર GBS દર્દીની સફળ સારવાર..


બનાસ મેડિકલ કોલેજ સંચાલિત બનાસ જનરલ સિવિલ હોસ્પિટલ, પાલનપુર ખાતે વધુ એક જટિલ અને જીવલેણ કેસમાં સફળ સારવાર કરીને દર્દીને નવજીવન આપવામાં આવ્યું છે. રાજસ્થાનના જેસલમેર જિલ્લાના 45 વર્ષીય સ્વરૂપરામ ગંભીર Guillain–Barré Syndrome (GBS) નામની દુર્લભ ન્યુરોલોજીકલ બીમારીથી પીડાતા હતા. બંને હાથ-પગમાં ઝડપથી વધતી નબળાઈ તેમજ શ્વાસ લેવામાં ગંભીર તકલીફ સર્જાતા તેમને તાત્કાલિક બનાસ જનરલ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

દાખલ થયા બાદ દર્દીની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને ICUમાં સારવાર શરૂ કરવામાં આવી હતી. દર્દીને સતત 7 દિવસ સુધી મિકેનિકલ વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. ઉપરાંત 5 દિવસ સુધી IVIG (Intravenous Immunoglobulin) થેરાપી, ટ્રેકિઓસ્ટોમી, તેમજ ICU દરમિયાન થયેલા Ventilator-Associated Pneumonia (VAP) જેવી ગંભીર જટિલતાની પણ સફળ સારવાર કરવામાં આવી હતી.

દર્દીની ઝડપથી સાજા થવાની પ્રક્રિયામાં સતત ચેસ્ટ ફિઝિયોથેરાપી, હાથ-પગની ફિઝિયોથેરાપી, પલ્મોનરી રિહેબિલિટેશન, યોગ્ય પોષણ વ્યવસ્થા અને વિવિધ વિભાગોના નિષ્ણાત ડોક્ટરો તથા નર્સિંગ સ્ટાફના સંકલિત પ્રયાસોએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. પરિણામે દર્દીની તબિયતમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો હતો.

ત્યારબાદ દર્દીને સફળતાપૂર્વક વેન્ટિલેટર પરથી દૂર કરવામાં આવ્યા હતા અને સંપૂર્ણ સ્વસ્થતા તરફ આગળ વધ્યા બાદ તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. હાલ દર્દી સ્વસ્થ જીવન તરફ પરત ફર્યા છે.

આ સફળ સારવાર સમયસરના નિદાન, અત્યાધુનિક ઇન્ટેન્સિવ કેર સુવિધાઓ, અનુભવી તબીબોની ટીમ, નર્સિંગ સ્ટાફની સતત સેવા અને ટીમવર્કનું ઉત્તમ ઉદાહરણ છે. ઉત્તર ગુજરાતમાં બનાસ જનરલ સિવિલ હોસ્પિટલ ગંભીર અને જટિલ દર્દીઓ માટે આશાનું કેન્દ્ર બની રહી છે.

આ સમગ્ર સારવાર સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ. સુનીલ જોશીના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક કરવામાં આવી હતી. જેમાં ડૉ. બ્રિજેશ ચૌહાણ તથા ઇમરજન્સી વિભાગની ટીમ, જનરલ મેડિસિન વિભાગના ડૉ. આકાશ ખણકર, ડૉ. અનિલ ચૌધરી, ડૉ. પ્રદીપ પટેલ સહિત ડોક્ટરો, ICU ટીમ, નર્સિંગ સ્ટાફ અને અન્ય આરોગ્યકર્મીઓએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.

દર્દી અને તેમના પરિવારજનોએ બનાસ જનરલ સિવિલ હોસ્પિટલના તમામ ડોક્ટરો, નર્સિંગ સ્ટાફ અને આરોગ્યકર્મીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરી હોસ્પિટલની સેવાઓની પ્રશંસા કરી હતી.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -