29.8 C
Ahmedabad
Tuesday, July 28, 2026

લોકસભામાં રજૂ થયુ ‘પબ્લિક એક્ઝામિનેશન સંશોધન બિલ’: હોબાળાને કારણે બંને ગૃહ સ્થગિત


દેશમાં પેપર લીક અટકાવવા માટે મોદી સરકારે સંસદમાં ‘પબ્લિક એક્ઝામિનેશન (સંશોધન) બિલ’ રજૂ કર્યું છે. લોકસભામાં કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહ દ્વારા આ બિલ રજૂ કરવામાં આવ્યું હતું. જેનો મુખ્ય હેતુ પરીક્ષાઓમાં પારદર્શિતા, નિષ્પક્ષતા અને વિશ્વસનીયતાને મજબૂત કરવાનો છે.

મુખ્ય વિગતો:

  • સખત સજાની જોગવાઈઓ:

    • આ બિલ કાયદો બન્યા બાદ પેપર લીક કરવા પર 10 વર્ષની જેલ અને 10  કરોડ રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવશે.

    • જો સર્વિસ પ્રોવાઈડર કંપની દોષી સાબિત થશે. તો તેને 8 વર્ષ માટે બ્લેકલિસ્ટ કરવામાં આવશે.

    • કંપનીના ડિરેક્ટર કે મેનેજર દોષી જણાશે તો તેમને 10 વર્ષની જેલ અને 10 કરોડનો દંડ થશે.

    • પેપર લીકમાં સામેલ કોચિંગ સંસ્થાઓની સંપત્તિ જપ્ત કરવામાં આવશે.

  • હાઈ-પાવર ટાસ્ક ફોર્સની રચના:

    • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પેપર લીક અટકાવવા અને પરીક્ષા પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે નંદન નિલેકાણીની અધ્યક્ષતામાં 6 સભ્યોની ઉચ્ચ સ્તરીય ટાસ્ક ફોર્સની રચના કરવાની જાહેરાત કરી છે. આ સમિતિ સરકારને ટેક્નોલોજીના ઉપયોગ અંગે સૂચનો આપશે.

  • સંસદમાં હોબાળો અને વિપક્ષની બેઠક:

    • આ બિલ રજૂ કરવાની સાથે સંસદમાં હોબાળો થવાથી બંને સદનોની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી છે.

    • આ વિધેયક અંગે રણનીતિ નક્કી કરવા માટે મલ્લિકાર્જુન ખડગેની કેબિનમાં ‘ઇન્ડિયા’ (INDIA) બ્લોકગૃપની બેઠક યોજાઈ હતી.જેમાં બિલ સામે વિપક્ષનું વલણ શું રહેશે તે અંગે ચર્ચા કરવામાં આવી હતી.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -