કર્મચારીઓ માટે ખુશખબર: 8મા પગાર પંચના અમલીકરણ સાથે ખાતામાં જમા થશે મહિનાઓનું એરિયર્સ, જાણો ગણિત
નવી દિલ્હી: કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનધારકો માટે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ૮મા પગાર પંચ (8th Pay Commission) ને લઈને અટકળો તેજ બની છે. જોકે, આ પંચ વર્ષ ૨૦૨૭ના ઉત્તરાર્ધમાં સંપૂર્ણપણે લાગુ થઈ શકે છે. પરંતુ રાહતની વાત એ છે કે તેને 1 જાન્યુઆરી, ૨૦૨૬થી જ પ્રભાવી (રેટ્રોસ્પેક્ટિવલી) ગણવામાં આવશે. આ સમાચાર બાદ દેશના ૧ કરોડથી વધુ કર્મચારીઓમાં ઉત્સાહનો માહોલ છે.
૧૮ થી ૨૪ મહિનાનું મળશે મોટું એરિયર્સ!
સામાન્ય રીતે જ્યારે પણ નવો પગાર પંચ આવે છે, ત્યારે તેને અંતિમ સ્વરૂપ આપવામાં થોડો સમય લાગે છે. આ દરમિયાન કર્મચારીઓને ૭મા પગાર પંચ મુજબ જ પગાર મળતો રહે છે. ત્યારબાદ, નવા અને જૂના પગાર વચ્ચેના તફાવતને એરિયર્સ (Arrears) તરીકે એકસાથે આપવામાં આવે છે. નિષ્ણાતોના મતે, જો ૮મો પગાર પંચ ૨૦૨૭ના અંત સુધીમાં લાગુ થાય, તો કર્મચારીઓને ૧૮ થી ૨૪ મહિનાનું મોટું સેલેરી એરિયર્સ મળી શકે છે.
DA (મોંઘવારી ભથ્થા) એરિયર્સનું શું છે ગણિત?
યુનિયનના સૂત્રોના જણાવ્યા અનુસાર, જ્યારે નવો પે-સ્કેલ લાગુ થાય છે. ત્યારે પ્રથમ ડીએ (DA) ૦% થી રીસેટ થાય છે. તેથી, જાન્યુઆરી ૨૦૨૬ થી જૂન ૨૦૨૬ વચ્ચેનું કોઈ અલગ ડીએ એરિયર્સ મળશે નહીં, કારણ કે તે નવા પગારમાં જ એડજસ્ટ થઈ જશે. પરંતુ, જુલાઈ ૨૦૨૬ થી પગાર પંચ લાગુ થાય ત્યાં સુધીમાં જે પણ ડીએ વધશે, તેનું સંપૂર્ણ એરિયર્સ કર્મચારીઓને આપવામાં આવશે.
HRA એરિયર્સ પર હજુ પણ અસમંજસ
સામાન્ય રીતે હાઉસ રેન્ટ એલાઉન્સ (HRA) નું એરિયર્સ જૂની તારીખથી આપવામાં આવતું નથી. કર્મચારી સંગઠનો માંગ કરી રહ્યા છે કે આ વખતે સરકારે HRA નું એરિયર્સ પણ આપવું જોઈએ, પરંતુ કેન્દ્ર સરકાર તરફથી હજુ સુધી આ અંગે કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી.
ન્યૂનતમ બેઝિક સેલેરી ૧૮,૦૦૦ થી વધીને ૬૯,૦૦૦ રૂપિયાની માંગ
નેશનલ કાઉન્સિલ (NC-JCM) એ સરકારને ૫૧ પાનાનું માંગપત્ર સોંપ્યું છે. જેમાં મુખ્ય માંગણીઓ નીચે મુજબ છે:
-
ન્યૂનતમ બેઝિક સેલેરી: ૧૮,૦૦૦ થી વધારીને ૬૯,૦૦૦ રૂપિયા કરવી.
-
ફિટમેન્ટ ફેક્ટર: ૩.૮૩ ગણો રાખવો.
-
વાર્ષિક ઈન્ક્રીમેન્ટ: પગારમાં વાર્ષિક ૬% નો વધારો કરવો.
-
DA માં વધારો: મે ૨૦૨૬ના મોંઘવારીના આંકડા (CPI-IW) ને ધ્યાનમાં લેતા, જુલાઈ ૨૦૨૬માં ડીએમાં આશરે ૩% ના વધારાની અપેક્ષા છે.
- Advertisement -
- Advertisement -