29.7 C
Ahmedabad
Thursday, July 2, 2026

અમદાવાદના નવા પોલીસ કમિશનર તરીકે અનુપમસિંહ ગેહલોતની નિમણૂક: સુરતથી કરાઈ બદલી


અમદાવાદ શહેરના નવા પોલીસ કમિશનર તરીકે સુરતના વર્તમાન પોલીસ વડા અને ૧૯૯૭ બેચના સિનિયર IPS અધિકારી અનુપમસિંહ ગેહલોતની નિયુક્તિ કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા આ અંગે સત્તાવાર જાહેરાત કરીને કાયદો અને વ્યવસ્થાની કમાન તેમને સોંપવામાં આવી છે.

તત્કાલીન પોલીસ કમિશનર જી. એસ. મલિકે રાજ્યના પોલીસ મહાનિર્દેશક (DGP) તરીકેનો પદભાર સંભાળતા છેલ્લા ૨૫ દિવસથી અમદાવાદ કમિશનરની આ મહત્વની જગ્યા ખાલી પડી હતી. જે હવે ભરાઈ ગઈ છે.

અનુપમસિંહ ગેહલોતની અમદાવાદ ખાતે બદલી થવાને કારણે હવે સુરત પોલીસ કમિશનરનું પદ ખાલી પડ્યું છે. જેના પર સરકાર દ્વારા ટૂંક સમયમાં નવા અધિકારીની જાહેરાત કરવામાં આવશે.

મૂળ ઉત્તર પ્રદેશના વતની અને B.E. તથા M.Tech. સુધીનો ઉચ્ચ ટેકનિકલ અભ્યાસ ધરાવતા ગેહલોત અગાઉ ભાવનગર અને પાટણમાં SP તરીકે તેમજ રાજકોટ, વડોદરા અને સુરત જેવા મોટા મહાનગરોમાં પોલીસ કમિશનર તરીકે સફળ સેવાઓ આપી ચૂક્યા છે. આ ઉપરાંત તેઓ સ્ટેટ ઈન્ટેલિજન્સ બ્યુરો (IB)માં પણ મહત્વની જવાબદારી નિભાવી ચૂક્યા છે.જેનો સીધો લાભ હવે અમદાવાદ શહેરની સુરક્ષા વ્યવસ્થાને મળશે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -