

ફિલ્મ જગતમાં સુપરહિટ અને ફ્લોપ ફિલ્મોનો સિલસિલો સદીઓ જૂનો છે. ઘણીવાર નાના બજેટની ફિલ્મો બોક્સ ઓફિસ પર ઈતિહાસ રચે છે. તો ક્યારેક અબજો રૂપિયાનો ખર્ચ કરવા છતાં મોટા બેનરની ફિલ્મો ઊંધા માથે પછડાય છે. આજે આપણે એક એવી ફિલ્મની ચર્ચા કરીશું, જેણે સિનેમાના ઈતિહાસમાં ‘સૌથી મોટી ફ્લોપ’ હોવાનું કલંક મેળવ્યું છે.
બજેટના 1% પણ ન વસૂલી શકી આ ફિલ્મ!
આ ચોંકાવનારો કિસ્સો સાઉદી અરેબિયાની એક ફિલ્મનો છે. સામાન્ય રીતે ફિલ્મો ફ્લોપ જાય તો પણ તેનું ખર્ચ કાઢી લેતી હોય છે, પરંતુ આ ફિલ્મે તો હદ કરી દીધી! બોક્સ ઓફિસ પર આ ફિલ્મ પોતાના કુલ બજેટના 1 ટકો (1%) પણ કમાઈ શકી નથી. હોલીવુડના દિગ્ગજ કલાકારો અને પાણીની જેમ પૈસા વહાવવા છતાં, આ ફિલ્મ દર્શકોને થિયેટર સુધી ખેંચવામાં સદંતર નિષ્ફળ રહી છે.
આ પણ વાંચો…
IPL 2026 પર ફિક્સિંગનું ગ્રહણ? BCCIને મળ્યો ગુપ્ત રિપોર્ટ; ખેલાડીઓની ગર્લફ્રેન્ડ્સ અને મુલાકાતીઓ માટે નિયમો થશે કડક
શું છે આ ફિલ્મનું નામ?
અમે જે ફિલ્મની વાત કરી રહ્યા છીએ તેનું નામ છે ‘ડેઝર્ટ વોરિયર’ (Desert Warrior). મેકર્સને આ ફિલ્મ પર એટલો અતૂટ વિશ્વાસ હતો કે તેમણે કલાકારોની ટ્રેનિંગ પાછળ પણ કરોડોનો ખર્ચ કર્યો હતો. છતાં પરિણામ શૂન્ય આવ્યું.
ફિલ્મની ‘નિષ્ફળતા’નો અહેવાલ:
વિગત
|
માહિતી
|
જાહેરાત
|
વર્ષ 2021 (MBC સ્ટુડિયો દ્વારા)
|
રિલીઝ ડેટ
|
23 એપ્રિલ, 2026
|
કુલ બજેટ
|
આશરે ₹1400 કરોડ
|
કુલ કમાણી
|
માત્ર ₹6.65 કરોડ
|
આર્થિક દૃષ્ટિએ સૌથી મોટી ‘દુર્ઘટના’
આ આંકડા સ્પષ્ટ કરે છે કે 1400 કરોડના તોતિંગ ખર્ચ સામે 7 કરોડની કમાણી પણ ન કરી શકનારી આ ફિલ્મ આર્થિક રીતે એક મોટી હોનારત સાબિત થઈ છે. હોલીવુડ અને સાઉદીના સંયુક્ત સાહસ સમાન આ ફિલ્મ હવે ઈતિહાસના પાનામાં ‘સૌથી મોટા નાણાકીય નુકસાન’ તરીકે નોંધાઈ ગઈ છે.