મિડલ ઈસ્ટમાં યુદ્ધના ભણકારા: હોર્મુઝની સામુદ્રધુનીમાં અમેરિકા-ઈરાન આમને-સામને, ક્રૂડ ઓઈલના ભાવ ઉછળ્યા

મિડલ ઈસ્ટમાં શાંતિના પ્રયાસો વચ્ચે ફરી એકવાર યુદ્ધના વાદળો ઘેરાયા છે.સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં સોમવારે અમેરિકી નૌસેના અને ઈરાની દળો વચ્ચે થયેલા ભીષણ ગોળીબારે વૈશ્વિક સ્તરે ચિંતા જન્માવી છે..આ હિંસક અથડામણને પગલે વિસ્તારમાં ચાલી રહેલા સંભવિત સીઝફાયર (યુદ્ધવિરામ) પર જોખમ ઊભું થયું છે.
ટ્રમ્પનો દાવો: ઈરાનની સાત સૈન્ય નૌકાઓ નષ્ટ
અમેરિકી સૈન્ય અધિકારીઓના જણાવ્યા અનુસાર, હોર્મુઝમાંથી પસાર થઈ રહેલા અમેરિકી ધ્વજ ધરાવતા બે વ્યાપારી જહાજોને ઈરાની હુમલાથી બચાવવા માટે વળતી કાર્યવાહી કરવામાં આવી હતી..આ મામલે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મોટો દાવો કરતા જણાવ્યું છે કે, અમેરિકી દળોએ સ્વબચાવમાં ઈરાનની સાત સૈન્ય નૌકાઓને દરિયામાં ડૂબાડી દીધી છે. અમેરિકાએ આ ઓપરેશનને આંતરરાષ્ટ્રીય જળસીમામાં જહાજોની સુરક્ષા માટે અનિવાર્ય ગણાવ્યું છે.
ઈરાનનો મિસાઈલ હુમલો અને તેલ સંકટ
અમેરિકાની કાર્યવાહીના જવાબમાં ઈરાને આક્રમક વલણ અપનાવ્યું છે.ઈરાન દ્વારા યુએઈ (UAE) ના ફુજૈરા સ્થિત તેલ પ્લાન્ટ્સને નિશાન બનાવી હુમલો કરવામાં આવ્યો હતો. UAE વિદેશ મંત્રાલયના રિપોર્ટ અનુસાર:
-
12 બેલેસ્ટિક મિસાઈલ
-
3 ક્રૂઝ મિસાઈલ
-
4 ડ્રોન વડે હુમલો કરાયો હતો.
જોકે, UAE ની અત્યાધુનિક એર ડિફેન્સ સિસ્ટમે આ તમામ હુમલાઓને હવામાં જ નિષ્ફળ બનાવ્યા હતા. UAE એ આ ઘટનાને ‘યુદ્ધની શરૂઆત’ ગણાવી વળતો પ્રહાર કરવાની ચીમકી ઉચ્ચારી છે.
વૈશ્વિક બજારમાં ભૂકંપ: તેલ મોંઘું થયું, શેરબજાર ગગડ્યું
આ સૈન્ય ટકરાવની સીધી અસર વૈશ્વિક અર્થતંત્ર પર જોવા મળી રહી છે:
-
ક્રૂડ ઓઈલ: બ્રેન્ટ ક્રૂડ ઓઈલની કિંમતમાં 5% નો તોતિંગ ઉછાળો આવતા ભાવ $90 પ્રતિ બેરલ ને પાર કરી ગયા છે.
-
શેરબજાર: અમેરિકી શેરબજારનો ઇન્ડેક્સ ‘ડાઉ જોન્સ’ 2% સુધી તૂટ્યો છે.
રક્ષણ અને ઉર્જા નિષ્ણાતો માને છે કે..જો હોર્મુઝની સામુદ્રધુનીમાં તણાવ ઓછો નહીં થાય, તો વૈશ્વિક ઉર્જા પુરવઠો ખોરવાઈ શકે છે..જેનાથી દુનિયાભરમાં મોંઘવારીનો નવો રાઉન્ડ આવી શકે છે.
- Advertisement -
- Advertisement -