28 C
Ahmedabad
Saturday, April 18, 2026

ઇસ્લામાબાદમાં વિશ્વની નજર: અમેરિકા-ઈરાન વચ્ચે મહામંથન; શાંતિ વાર્તા માટે દિગ્ગજ નેતાઓનું લિસ્ટ જાહેર


વિશ્વના રાજકારણમાં અત્યારે સૌથી મોટો હલચલ મચાવનારો મુદ્દો એટલે ઈરાન અને અમેરિકા વચ્ચેનો યુદ્ધવિરામ. ૨ અઠવાડિયાના કામચલાઉ સીઝફાયર બાદ હવે કરારને કાયમી રૂપ આપવા માટે ઇસ્લામાબાદમાં શાંતિ વાર્તાનો દોર શરૂ થઈ રહ્યો છે. આ હાઈ-પ્રોફાઈલ બેઠકમાં સામેલ થનારા સંભવિત પ્રતિનિધિઓની યાદી સામે આવી છે, જે આ વાર્તાની ગંભીરતા દર્શાવે છે.

આ પણ વાંચો…

શાંતિના નામે પાકિસ્તાનનો દંભ? ઇઝરાયલે ખ્વાજા આસિફના ‘ઝેરીલા’ નિવેદન પર પાકિસ્તાનનો ઉધડો લીધો

શાંતિના નામે પાકિસ્તાનનો દંભ? ઇઝરાયલે ખ્વાજા આસિફના ‘ઝેરીલા’ નિવેદન પર પાકિસ્તાનનો ઉધડો લીધો

 

કોણ-કોણ થશે સામેલ? (સંભવિત પ્રતિનિધિઓની યાદી)

1. યજમાન પાકિસ્તાન (મધ્યસ્થી):

  • શહબાઝ શરીફ: વડાપ્રધાન

  • સૈયદ અસીમ મુનીર: આર્મી ચીફ (ફિલ્ડ માર્શલ)

  • ઈશાક ડાર: નાયબ વડાપ્રધાન અને વિદેશ મંત્રી

  • લેફ્ટનન્ટ જનરલ અસીમ મલિક: ISI ચીફ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર

2. અમેરિકાનું પ્રતિનિધિમંડળ:

  • જેડી વેન્સ: અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ

  • સ્ટીવ વિટકોફ: વ્હાઇટ હાઉસના વિશેષ દૂત

  • જેરેડ કુશનર: પૂર્વ વરિષ્ઠ સલાહકાર

  • એડમિરલ બ્રૈડ કૂપર: CENTCOM કમાન્ડર

3.ઈરાનનું પ્રતિનિધિમંડળ:

  • મોહમ્મદ બઘેર ગાલિબાફ: ઈરાની સંસદના અધ્યક્ષ

  • અબ્બાસ અરાઘચી: વિદેશ મંત્રી

  • માજિદ તખ્ત રવાંચી: નાયબ વિદેશ મંત્રી

લેબનાન મુદ્દે પેચ ફસાયો: ‘અમને પણ સામેલ કરો’

શાંતિ વાર્તા શરૂ થાય તે પહેલા જ લેબનાનના વડાપ્રધાન નવાફ સલામે પાકિસ્તાની પીએમ શહબાઝ શરીફને ફોન કરીને આ વાર્તામાં લેબનાનનો પણ સમાવેશ કરવાની આજીજી કરી છે. ઇઝરાયેલના હુમલામાં ૨૦૦થી વધુ નિર્દોષ લોકોના મોત બાદ લેબનાન હવે સુરક્ષા ઈચ્છે છે.

સર્જાયો મોટો વિવાદ: શું કરારમાં લેબનાન છે?

આ શાંતિ વાર્તા અત્યારે કાચના ટુકડા જેવી નાજુક છે, કારણ કે:

  • ઇઝરાયેલ-અમેરિકાનું વલણ: ઇઝરાયેલ અને અમેરિકાનું સ્પષ્ટ કહેવું છે કે આ યુદ્ધવિરામ માત્ર ઈરાન સાથે છે, લેબનાન સાથે નહીં. હિઝબુલ્લાહના ઠેકાણાઓ પર ઇઝરાયેલના હુમલા ચાલુ રહેશે.

  • ઈરાનની ચેતવણી: બીજી તરફ, ઈરાને કડક શબ્દોમાં કહ્યું છે કે લેબનાન આ કરારનો અભિન્ન હિસ્સો છે. જો લેબનાન પર હુમલા બંધ નહીં થાય, તો ઈરાન પણ આકરી જવાબી કાર્યવાહી કરશે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -