અમદાવાદના ચાંદખેડામાં બે માસૂમ દીકરીઓના રહસ્યમય મોતે સમગ્ર ગુજરાતને હચમચાવી દીધું છે. શરૂઆતમાં જે ઘટનાને ડેરીના ખીરાને કારણે થયેલું ‘ફૂડ પોઈઝનિંગ’ માનવામાં આવતું હતું. તેમાં હવે પોલીસને પૂર્વ આયોજિત હત્યા કે સામૂહિક આત્મહત્યાની શંકા પ્રબળ બની છે. ઢોંસાના ખીરામાં ઝેરની વાર્તા પાછળ માતા-પિતા જ મુખ્ય સૂત્રધાર હોવાનું પોલીસ તપાસમાં જણાઈ રહ્યું છે.
આ પણ વાંચો…
મુકુલ ચૌધરીનો વિસ્ફોટક અંદાજ: છેલ્લા બોલે કોલકાતાના હાથમાંથી જીત છીનવી, લખનૌની રોમાંચક જીત
મુકુલ ચૌધરીનો વિસ્ફોટક અંદાજ: છેલ્લા બોલે કોલકાતાના હાથમાંથી જીત છીનવી, લખનૌની રોમાંચક જીત
પોલીસ તપાસમાં બહાર આવેલા શંકાસ્પદ મુદ્દાઓ:
-
1. વિરોધાભાસી નિવેદનો: પિતા વિમલ પ્રજાપતિ અને માતા ભાવનાબેનની કબૂલાતમાં મોટું અંતર જોવા મળ્યું છે. બંનેના નિવેદનો એકબીજા સાથે મેળ ખાતા નથી, જે ગુનાહિત કાવતરા તરફ ઈશારો કરે છે.
-
2. ૩ મહિનાની બાળકીના ગુપ્ત અંતિમ સંસ્કાર: સૌથી વધુ આશ્ચર્યની વાત એ છે કે, પ્રથમ દીકરીના મોત બાદ પરિવારે કોઈને પણ જાણ કર્યા વગર 4 એપ્રિલે ચુપચાપ તેના અંતિમ સંસ્કાર કેમ કરી દીધા? આટલી ગંભીર બાબત છુપાવવા પાછળનું રહસ્ય શું?
-
3. માત્ર એક જ પરિવાર ભોગ કેમ? જે ડેરીમાંથી ખીરા લાવવામાં આવ્યા હતા, ત્યાંથી અન્ય 200 ગ્રાહકોએ પણ ખરીદી કરી હતી. જો ખીરામાં ઝેર હોત, તો અન્ય લોકો પર પણ અસર થવી જોઈએ. પરંતુ માત્ર આ જ પરિવાર કેમ ભોગ બન્યો?
-
4. સ્તનપાન કરાવતી બાળકીનું મોત: ફોરેન્સિક નિષ્ણાતો એ પ્રશ્ને મુંઝવણમાં છે કે જે બાળકી માત્ર માતાનું દૂધ પીતી હતી. તેના શરીરમાં ઝેર કેવી રીતે પહોંચ્યું? માતા સુરક્ષિત છે અને દીકરીનું મોત થયું, જે સૂચવે છે કે ઝેર બહારથી આપવામાં આવ્યું હતું.
-
5 આર્થિક ભીંસનું પાસું: તપાસ અધિકારીઓ હવે એ દિશામાં કામ કરી રહ્યા છે કે શું આર્થિક સંકડામણ કે પારિવારિક કલેહના કારણે દંપતીએ આખા પરિવારને ખતમ કરવાનું ઘાતકી આયોજન કર્યું હતું?
હવે પોલીસની નજર FSL રિપોર્ટ પર
આજે પિતા વિમલ પ્રજાપતિને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ મળતા જ ચાંદખેડા પોલીસ તેની કસ્ટડી લેશે. પોલીસનું માનવું છે કે, કડક પૂછપરછમાં પિતા જ આ કરુણ ઘટના પરથી પડદો ઉઠાવશે.અત્યારે સમગ્ર કેસનો આધાર FSL (Forensic Science Laboratory) ના રિપોર્ટ પર રહેલો છે, જે નક્કી કરશે કે બાળકીઓના શરીરમાં રહેલું ઝેર ખરેખર ક્યાંથી આવ્યું હતું.
“વિજ્ઞાન ક્યારેય જૂઠું બોલતું નથી. FSL રિપોર્ટ આવતાની સાથે જ દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. અત્યારે તમામ પુરાવાઓ માતા-પિતાની શંકાસ્પદ ભૂમિકા તરફ જ નિર્દેશ કરી રહ્યા છે.” – તપાસ અધિકારી


