વડાપાઉં ગર્લનો વિસ્ફોટ: “50 લાખ લો અને રાત વિતાવો”, ગ્લેમર વર્લ્ડની કાળી બાજુનો કર્યો પર્દાફાશ!

સોશિયલ મીડિયા સેન્સેશન અને ‘બિગ બોસ OTT 3’ થી ઘર-ઘરમાં જાણીતી બનેલી ‘વડાપાઉં ગર્લ’ એટલે કે ચંદ્રિકા દીક્ષિત ફરી એકવાર વિવાદોના વંટોળમાં આવી છે. આ વખતે તેણે ગ્લેમર જગતના એવા કાળા સચનો પર્દાફાશ કર્યો છે, જેને સાંભળીને સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયા છે. તાજેતરમાં સિદ્ધાર્થ કન્નન સાથેના પોડકાસ્ટમાં ચંદ્રિકાએ સનસનાટીપૂર્ણ ખુલાસો કરતા જણાવ્યું કે, તેને એક અમીર બિઝનેસમેન તરફથી અધધ 50 લાખ રૂપિયાની લાલચ આપવામાં આવી હતી. આ બિઝનેસમેને ઈ-મેલ દ્વારા શરત મૂકી હતી કે તે ચંદ્રિકાને 50 લાખ રૂપિયા આપવા તૈયાર છે, પણ તેણે તેની સાથે રાત વિતાવવી પડશે. ચંદ્રિકાએ રોષે ભરાતા કહ્યું કે, તે આ ગંદા ઈ-મેલનો સ્ક્રીનશોટ પુરાવા તરીકે પણ આપી શકે છે.
ચંદ્રિકાએ માત્ર બિઝનેસમેન જ નહીં, પણ બોલિવૂડના કેટલાક મોટા ડાયરેક્ટર્સ અને પ્રોડ્યુસર્સ પર પણ આકરા પ્રહારો કર્યા છે. તેણે ગંભીર આરોપ લગાવ્યો કે ઇન્ડસ્ટ્રીના અમુક લોકો તેને સફળતાની સીડી ચડવા માટે ‘કોમ્પ્રોમાઈઝ’ (સમજોતો) કરવાની સલાહ આપતા હતા. ગ્લેમર વર્લ્ડની આ ગંદી માનસિકતા વિશે વાત કરતા તેણે ઉમેર્યું કે, અહીં પાયા વગરની સફળતા મેળવવા માટે ઘણીવાર ચારિત્ર્યનો ભોગ લેવામાં આવે છે, જેની સામે તેણે લાલ આંખ કરી છે.
જોકે, આ ચોંકાવનારા ખુલાસાઓની વચ્ચે ચંદ્રિકાની અંગત જિંદગી પણ ભારે ચર્ચામાં છે. એક તરફ તેણે પોતાના પતિ યુગમ પર એક્સ્ટ્રા મેરિટલ અફેર હોવાનો ગંભીર આરોપ લગાવીને સૌને ચોંકાવી દીધા છે, તો બીજી તરફ તે પોતે પણ ‘મિસ્ટ્રી મેન’ સૈફી સાથે સતત વાયરલ થઈ રહી છે. તાજેતરમાં જ આ જોડીએ એક વીડિયોમાં ઈશારો કર્યો હતો કે જો અન્ય કલાકારો લગ્ન કરી શકતા હોય તો તેઓ કેમ નહીં? સૈફીએ તો ત્યાં સુધી કહી દીધું કે તેઓ એકબીજા વગર રહી શકતા નથી. હાલમાં ચંદ્રિકા તેના અંગત અને વ્યવસાયિક જીવનના વિવાદોને કારણે સોશિયલ મીડિયા પર ટોક ઓફ ધ ટાઉન બની છે.
- Advertisement -
- Advertisement -