32 C
Ahmedabad
Saturday, April 18, 2026

બિહારમાં ‘નીતીશ યુગ’નો અંત? સમ્રાટ ચૌધરી બની શકે છે નવા ‘કેપ્ટન’, નીતીશ કુમાર આવતીકાલે લેશે રાજ્યસભાના શપથ


બિહારના રાજકારણમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી અટકળો હવે અંતિમ તબક્કા પર પહોંચી હોય તેમ જણાય છે. સત્તાના ગલિયારામાં ચર્ચાઈ રહ્યું છે કે બિહારમાં નવી સરકારની રચનાની પ્રક્રિયા તેજ બની છે. મુખ્યમંત્રી નીતીશ કુમાર વિધાન પરિષદમાંથી રાજીનામું આપી ચૂક્યા છે અને હવે તેઓ દિલ્હીના રાજકારણમાં સક્રિય થવા જઈ રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, બિહારના નવા મુખ્યમંત્રી તરીકે વર્તમાન ડેપ્યુટી સીએમ સમ્રાટ ચૌધરીના નામ પર મહોર વાગી શકે છે.

રાજ્યસભા જવાની ઈચ્છા અને રાજકીય ગરમાવો

ગયા મહિને નીતીશ કુમારે અચાનક રાજ્યસભામાં જવાની ઈચ્છા વ્યક્ત કરીને બિહારના રાજકારણમાં ખળભળાટ મચાવી દીધો હતો. તેમણે રાજ્યસભા માટે ઉમેદવારી પત્ર પણ ભરી દીધું છે. જોકે, તેમના આ નિર્ણયને વિપક્ષી દળો અને રાજકીય વિશ્લેષકો ભાજપના દબાણ હેઠળ લેવાયેલો નિર્ણય ગણાવી રહ્યા છે. નીતીશ કુમાર આવતીકાલે એટલે કે 10 એપ્રિલના રોજ રાજ્યસભાના સભ્ય તરીકે શપથ લેશે તેવી વિગતો મળી રહી છે.

નિશાંત કુમારના નામ પર અટકળોનો અંત

નીતીશ કુમારના ઉત્તરાધિકારી તરીકે તેમના પુત્ર નિશાંત કુમારનું નામ ડેપ્યુટી સીએમ તરીકે જોરશોરથી ચર્ચાયું હતું.પરંતુ હવે એ સ્પષ્ટ થઈ ગયું છે કે નિશાંત કુમાર સક્રિય રાજકારણમાં જોડાઈ રહ્યા નથી અને તેઓ ડેપ્યુટી સીએમ તરીકે શપથ લેશે નહીં.આ સાથે જ સત્તાના સમીકરણોમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે અને મુખ્યમંત્રીનું પદ હવે ભારતીય જનતા પાર્ટી (BJP) પાસે રહે તે નિશ્ચિત મનાઈ રહ્યું છે.

નવી સરકારનું માળખું: મહત્વના મુદ્દા

  • શપથ ગ્રહણ: નવા મુખ્યમંત્રીના શપથ ગ્રહણની સત્તાવાર તારીખ હજુ જાહેર થઈ નથી, પરંતુ નીતીશ કુમારના શપથ બાદ ગમે ત્યારે જાહેરાત થઈ શકે છે.

  • નતૃત્વ પરિવર્તન: સમ્રાટ ચૌધરીના રૂપમાં ભાજપ બિહારમાં પોતાનો સીએમ બેસાડીને રાજ્યમાં પોતાની પકડ વધુ મજબૂત કરવા માંગે છે.

  • રાજકીય અસરો: જેડીયુ (JDU) માટે આ સ્થિતિ અસ્તિત્વની લડાઈ સમાન સાબિત થઈ શકે છે, કારણ કે સર્વોચ્ચ નેતા હવે રાજ્યના રાજકારણથી દૂર જઈ રહ્યા છે.

બિહારના રાજકારણમાં આવતીકાલનો દિવસ અત્યંત નિર્ણાયક સાબિત થશે.શું સમ્રાટ ચૌધરી બિહારના નવા શાસક તરીકે ઉભરી આવશે? તે જોવું રસપ્રદ રહેશે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -