દિલજીત દોસાંઝના ‘Water’ ગીત પર પ્રિયંકા ચોપરાના દેશી ઠુમકા, સ્વિમિંગ પૂલમાં બિકીની પહેરી વધાર્યું સોશિયલ મીડિયાનું તાપમાન
બોલિવૂડથી લઈને હોલીવુડ સુધી પોતાનો ડંકો વગાડનાર ગ્લોબલ આઈકોન પ્રિયંકા ચોપરા ફરી એકવાર ચર્ચામાં છે. પ્રિયંકા ચોપરા પંજાબી સેન્સેશન દિલજીત દોસાંઝના ગીતોની કેટલી મોટી ફેન છે તે હવે કોઈનાથી છુપાયેલું નથી. તાજેતરમાં અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર પોતાની કેટલીક હોટ તસવીરો શેર કરી છે, જેમાં તે દિલજીતના લોકપ્રિય ગીત ‘વોટર’ (Water) પર મસ્તી કરતી જોવા મળી રહી છે.
પરિવાર સાથે એન્જોય કર્યો ‘સન્ડે ફન-ડે’
પ્રિયંકા ચોપરા અત્યારે તેના પરિવાર સાથે ખાસ સમય વિતાવી રહી છે. તેણે ઇન્સ્ટાગ્રામ પર રવિવારની કેટલીક મનમોહક ઝલક રજૂ કરી છે. આ પોસ્ટમાં પ્રિયંકા બ્લેક બિકીનીમાં સ્વિમિંગ પૂલની અંદર સનબાથ લેતી અને આરામ કરતી જોવા મળે છે. તેની સાથે પતિ નિક જોનસ, પુત્રી માલતી મેરી અને માતા મધુ ચોપરા પણ આ વેકેશન મોડમાં સાથે જોવા મળી રહ્યા છે.
દિલજીતના ગીત અને પ્રિયંકાનો કાતિલ અંદાજ
તસવીરો શેર કરતા પ્રિયંકાએ બેકગ્રાઉન્ડમાં દિલજીત દોસાંઝનું ગીત જોડ્યું છે. ઉલ્લેખનીય છે કે દિલજીતના આ ગીતમાં પ્રિયંકા ચોપરાના નામનો પણ ઉલ્લેખ છે, જેનાથી અભિનેત્રી ખૂબ જ ખુશ જણાતી હતી. પ્રિયંકાએ કેપ્શનમાં લખ્યું કે, “આ તે ખાસ ક્ષણોમાંની એક છે, જ્યાં ખરેખર રવિવાર જેવો અહેસાસ થઈ રહ્યો છે.” સોશિયલ મીડિયા પર પ્રિયંકાનો આ બોલ્ડ લુક ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
ચાહકોમાં પ્રિયંકા-દિલજીત કનેક્શનની ચર્ચા
પ્રિયંકા અગાઉ પણ દિલજીત દોસાંઝના લાઈવ કોન્સર્ટમાં હાજરી આપીને તેના ગીતો પર ડાન્સ કરી ચૂકી છે. દિલજીતની ઉર્જા અને તેના સંગીતના પ્રિયંકા દિલથી વખાણ કરે છે. સોશિયલ મીડિયા પર ફેન્સ આ બંને કલાકારોના પરસ્પર સન્માન અને આ ‘પંજાબી કનેક્શન’ ને ખૂબ પસંદ કરી રહ્યા છે. પ્રિયંકાની આ પોસ્ટ પર યુઝર્સ સતત લાઈક્સ અને કોમેન્ટ્સનો વરસાદ કરી રહ્યા છે.
- Advertisement -
- Advertisement -