28 C
Ahmedabad
Saturday, April 18, 2026

ભાજપની ટિકિટ જોઈએ છે? તો જાણી લો હાઈકમાન્ડના આ ૩ કડક નિયમો, દિગ્ગજોના પત્તાં કપાશે!


News Partner: આ અહેવાલ તમારા સુધી પહોંચાડવામાં મદદરૂપ છે ‘કૃષ્ણા લેબોરેટરી’.

ગુજરાતમાં આગામી ચૂંટણીનો જંગ જામી રહ્યો છે ત્યારે ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારોની પસંદગી માટે અત્યંત કડક અને ચોંકાવનારા માપદંડો નક્કી કર્યા છે. ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકમાં લેવાયેલા આ નિર્ણયોએ અનેક દાવેદારોની ઊંઘ હરામ કરી દીધી છે. પક્ષ આ વખતે ‘નો-રિપીટ થિયરી’ અને ‘યુવા નેતૃત્વ’ના મિશ્રણ સાથે મેદાનમાં ઉતરવાની રણનીતિ ઘડી રહ્યો છે.

  • જો તમે પણ ભાજપની ટિકિટના દાવેદાર હોવ, તો આ ત્રણ મુખ્ય ફેરફારો ખાસ જાણી લેવા જેવા છે:

  • 1 વય મર્યાદાનો કડક અમલ: ૬૦ની વય વટાવનારાની બાદબાકી ભાજપે આ વખતે સંગઠન અને સરકારમાં ‘નવા લોહી’ને પ્રાધાન્ય આપવાનો મક્કમ નિર્ધાર કર્યો છે. જે નેતાઓની ઉંમર ૬૦ વર્ષથી વધુ છે, તેમને આ વખતે ચૂંટણી લડવાની તક મળવાની શક્યતા નહિવત છે. પક્ષના આ આકરા વલણને કારણે દાયકાઓથી રાજકારણમાં સક્રિય એવા અનેક સિનિયર નેતાઓના પત્તાં કપાઈ શકે છે.

  • 2. સતત ત્રણ ટર્મથી વિજેતા નેતાઓને નો-એન્ટ્રી એન્ટી-ઈન્કમ્બન્સી (જનવિરોધ) રોકવા માટે હાઈકમાન્ડે માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે. જે ઉમેદવારો સતત ત્રણ ટર્મથી જીતતા આવ્યા છે, તેમને આ વખતે પડતા મૂકવાનો નિર્ણય લેવાયો છે. પક્ષનું માનવું છે કે નવા ચહેરાઓને મેદાનમાં ઉતારવાથી મતદારોમાં નવો ઉત્સાહ જળવાશે અને સંગઠનમાં નવી ઊર્જાનો સંચાર થશે.

  • 3. પરિવારવાદ પર સર્જિકલ સ્ટ્રાઈક‘: સગા-વહાલાઓને ટિકિટ નહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘પરિવારવાદ મુક્ત રાજકારણ’ના અભિયાનને હવે પાયાના સ્તરે કડક રીતે લાગુ કરવામાં આવ્યું છે. નવા નિયમ મુજબ, સરકાર કે સંગઠનના ઉચ્ચ પદાધિકારીઓના પરિવારજનોને ટિકિટ આપવામાં આવશે નહીં. આ નિર્ણયથી એવા પ્રભાવશાળી નેતાઓને મોટો ફટકો પડ્યો છે જેઓ પોતાના પુત્રો કે સંબંધીઓને રાજકારણમાં ગોઠવવાની પેરવીમાં હતા.

  • ભાજપ હવે ‘વ્યક્તિગત નેતા’ના બદલે ‘કાર્યકર્તા આધારિત પક્ષ’ હોવાની છબી મજબૂત કરવા માંગે છે. સ્વચ્છ પ્રતિભા અને સંગઠન પ્રત્યે સમર્પિત યુવા કાર્યકર્તાઓ માટે આ નિર્ણયો આશીર્વાદ સમાન સાબિત થશે. હવે જોવાનું એ રહેશે કે આ પ્રયોગ આગામી ચૂંટણીમાં ભાજપને કેટલી સફળતા અપાવે છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -