32 C
Ahmedabad
Saturday, April 18, 2026

પાકિસ્તાનમાં મિડલ ઈસ્ટ યુદ્ધની આડઅસર: શહબાઝ શરીફ સરકારે લાદ્યું ‘સ્માર્ટ લોકડાઉન’, રાત્રે 8 વાગ્યાથી બજારો બંધ


મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા સંઘર્ષની માઠી અસર હવે પડોશી દેશ પાકિસ્તાનના અર્થતંત્ર પર પણ દેખાવા લાગી છે. સતત વધી રહેલા આર્થિક સંકટ અને ઉર્જાની ભયંકર અછતને પહોંચી વળવા માટે વડાપ્રધાન શહબાઝ શરીફે દેશભરમાં ‘સ્માર્ટ લોકડાઉન’ની કડક અમલવારીની જાહેરાત કરી છે. આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ્ય વીજળી અને પેટ્રોલિયમ ઉત્પાદનોની બચત કરવાનો છે.

આ પણ વાંચો….

મિડલ ઈસ્ટ યુદ્ધની સીધી અસર તમારા રસોડા પર: સાબુ, તેલ અને બિસ્કિટ સહિતની અનેક વસ્તુઓ થશે મોંઘી!

નવો ડેડલાઈન ફોર્મ્યુલા: બજારો અને મોલ માટે નિયમો

વડાપ્રધાનની અધ્યક્ષતામાં મળેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ, પંજાબ, બલુચિસ્તાન, ઈસ્લામાબાદ, ગિલગિત-બાલ્ટિસ્તાન અને આઝાદ જમ્મુ-કાશ્મીરમાં તમામ વ્યાપારિક પ્રવૃત્તિઓ પર કાપ મૂકવામાં આવ્યો છે. તમામ બજારો, દુકાનો અને શોપિંગ મોલ હવે ફરજિયાતપણે રાત્રે 8 વાગ્યે બંધ કરી દેવા પડશે. આ નિયમ ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સ અને પ્રોવિઝન સ્ટોર્સને પણ સમાન રીતે લાગુ પડશે.

સામાજિક પ્રસંગો અને હોટલ-રેસ્ટોરન્ટ પર નિયંત્રણો

ઉર્જા બચાવવા માટે સરકારે ખાણી-પીણી અને સામાજિક મેળાવડાઓના સમયમાં પણ ફેરફાર કર્યો છે:

  • બેકરી, રેસ્ટોરન્ટ અને તમામ કેફે રાત્રે 10 વાગ્યા સુધી જ ખુલ્લા રાખી શકાશે.

  • લગ્ન હોલ, પાર્ટી પ્લોટ અને અન્ય વ્યાપારિક સ્થળો પર રાત્રે 10 વાગ્યા પછી કોઈ પણ કાર્યક્રમ યોજી શકાશે નહીં.

  • ખાનગી મિલકતો કે ઘરોમાં પણ રાત્રે 10 વાગ્યા પછી લગ્ન પ્રસંગો કે મોટા જશનો મનાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

  • જોકે, ઈમરજન્સી સેવાઓને ધ્યાનમાં રાખીને મેડિકલ સ્ટોર્સ અને દવાની દુકાનોને આ સમયમર્યાદામાંથી મુક્તિ અપાઈ છે.

જનતાને રાહત: જાહેર પરિવહન સેવા મફત

લોકડાઉનની આ અસરો વચ્ચે સામાન્ય જનતાને રાહત આપવા માટે વડાપ્રધાને ગિલગિત અને મુઝફ્ફરાબાદ શહેરોમાં આંતર-શહેર મુસાફરી એક મહિના માટે મફત કરી દીધી છે. આ સેવાનો તમામ આર્થિક બોજ ફેડરલ સરકાર ઉઠાવશે. આ ઉપરાંત, પેટ્રોલિયમ સબસિડીના નાણાં સીધા ડિજિટલ વોલેટ દ્વારા ગ્રાહકો સુધી પહોંચાડવાની પ્રક્રિયા પણ વેગવંત બનાવી દેવામાં આવી છે.

રાજકીય સહમતી અને છૂટછાટ

ખૈબર પખ્તુનખ્વાના ડિવિઝનલ હેડક્વાર્ટરમાં સ્થાનિક સ્થિતિને જોતા બજારોને રાત્રે 9 વાગ્યા સુધી ખુલ્લા રાખવાની વિશેષ મંજૂરી અપાઈ છે. વડાપ્રધાને આ રાષ્ટ્રીય મુહિમમાં સહકાર આપવા બદલ તમામ મુખ્યમંત્રીઓનો આભાર માન્યો છે અને આશા વ્યક્ત કરી છે કે સિંધ પ્રાંતમાં ચાલી રહેલી મંત્રણા બાદ ત્યાંની સરકાર પણ ટૂંક સમયમાં આ નિર્ણયમાં જોડાશે.

સૌજન્ય: ક્રિશ્ના લેબોરેટરી – વિશ્વાસ અને સચોટ નિદાનનું સરનામું.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -