28 C
Ahmedabad
Saturday, April 18, 2026

‘મેં છાતી ઠોકીને કહ્યું, રાજકારણમાં જ રૂપિયા બનાવ્યા છે’ : અમૂલના ડિરેક્ટર વિપુલ પટેલના વિવાદિત નિવેદનથી ભાજપમાં ભૂકંપ!


ખેડા જિલ્લાના રાજકારણમાં અત્યારે એક જ નામની ચર્ચા છે – વિપુલ પટેલ. અમૂલના ડિરેક્ટર અને ભાજપના દિગ્ગજ નેતા વિપુલ પટેલે એક જાહેર મંચ પરથી ‘રાજકારણમાં કમાણી’ અંગે કરેલી કબૂલાતે સોશિયલ મીડિયામાં આગ લગાડી દીધી છે. જોકે, વિવાદ વકરતા હવે તેમણે ‘ડેમેજ કંટ્રોલ’ કરવા માટે સ્પષ્ટતાનો સહારો લીધો છે.

શું હતું એ ‘બોમ્બ’ જેવું નિવેદન?

નડિયાદમાં ‘એરિયા કોલેજીસ રિટાયર્ડ સ્ટાફ એસોસિએશન’ના રજત જયંતી મહોત્સવમાં વિપુલ પટેલે માઈક પકડીને સનસનાટી મચાવી દીધી હતી.તેમણે કહ્યું હતું કે:

“મેં સારામાં સારો ધંધો કર્યો, મોભો મેળવ્યો અને ઘણા રૂપિયા બનાવ્યા. કોઈ નેતા નહીં કહે, પણ હું છાતી ઠોકીને કહું છું કે મેં રાજકારણમાં જ રૂપિયા બનાવ્યા છે.”

સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માથે છે ત્યારે ભાજપના જ નેતાની આ ‘નિખાલસ કબૂલાત’ વિપક્ષો માટે તૈયાર ભાણું પીરસવા જેવી સાબિત થઈ છે.

વિવાદ વધતા વિપુલ પટેલનો યુ-ટર્ન: “મશ્કરી કરનારાને વળતો જવાબ આપ્યો”

ચોમેરથી ઘેરાયા બાદ અને પક્ષમાં પણ ગણગણાટ શરૂ થતા વિપુલ પટેલે મીડિયા સમક્ષ બચાવ કરતા જણાવ્યું કે તેમના નિવેદનનું ખોટું અર્થઘટન કરાયું છે. તેમની સ્પષ્ટતાના મુખ્ય મુદ્દા:

  • ધંધાની કમાણી: તેમણે સ્પષ્ટ કર્યું કે સંપત્તિ તો ધંધા (Business) થી જ બનાવી છે. પણ રાજકારણમાં હોવાને કારણે વ્યવસાયિક ક્ષેત્રે પરોક્ષ ફાયદા મળ્યા હોઈ શકે છે.

  • આવેશમાં લીધેલું નામ: કાર્યક્રમમાં હાજર કેટલાક લોકો તેમની મશ્કરી કરી રહ્યા હોવાનું લાગતા, તેમને ‘જડબાતોડ’ જવાબ આપવા આવેશમાં આવીને આવું બોલાઈ ગયું હોવાનો દાવો કર્યો.

  • અન્ય નેતાઓ પર પ્રહાર: પોતાની સ્પષ્ટતામાં પણ તેમણે બાણ છોડવાનું ન ટાળ્યું. તેમણે સવાલ કર્યો કે, “આજે અનેક નેતાઓ પાસે 8-8 ગાડીઓના કાફલા છે, આટલા પૈસા ક્યાંથી આવે છે? ઘણાએ રાજકારણમાં આવ્યા પછી જ અઢળક સંપત્તિ બનાવી છે.”


ભાજપ માટે ક્ષોભજનક સ્થિતિ

ચૂંટણીના માહોલમાં જ્યારે ‘જનસેવા’ના દાવા કરવામાં આવતા હોય, ત્યારે શાસક પક્ષના જ જવાબદાર હોદ્દેદાર દ્વારા રાજકારણને ‘કમાણીનું સાધન’ ગણાવતું નિવેદન પક્ષ માટે મોટી મુશ્કેલી ઉભી કરી શકે છે. શું આ નિવેદન વિપુલ પટેલની રાજકીય કારકિર્દી પર ભારે પડશે? તે જોવું રહ્યું.


સમાચાર પ્રાયોજક: ક્રિશ્ના લેબોરેટરી. રિપોર્ટમાં સચોટતા, સેવામાં શ્રેષ્ઠતા. તમારા સ્વાસ્થ્યની સાચી ઓળખ એટલે ક્રિશ્ના લેબોરેટરી.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -