પાકિસ્તાનમાં પહેલી વાર બાળકો સંસ્કૃત અને ગીતાનો કરશે અભ્યાસ..અભ્યાસક્રમનો ભાગ બનાવવાની તૈયારીઓ
પાકિસ્તાનમાં પહેલી વાર બાળકો સંસ્કૃત અને હિન્દુ ધાર્મિક ગ્રંથ ગીતાનો અભ્યાસ કરશે.લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ સાયન્સ (LUMS) એ પહેલી વાર પોતાના અભ્યાસક્રમમાં સંસ્કૃતનો સમાવેશ કર્યો..આઝાદીના 77 વર્ષ બાદ આ પગલું પાકિસ્તાનમાં શૈક્ષણિક અને સાંસ્કૃતિક ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ માનવામાં આવી રહ્યું છે.સાપ્તાહિક વર્કશોપ તરીકે શરૂ થયેલો સંસ્કૃત અભ્યાસક્રમ હવે અભ્યાસક્રમમાં વિકસિત થયો છે. LUMS હવે મહાભારત અને ભગવદ ગીતા પર અલગ અભ્યાસક્રમો શરૂ કરવાની તૈયારી કરી રહ્યું છે..આ પહેલ પાકિસ્તાનમાં સંસ્કૃત વિદ્વાનોને તૈયાર કરશે.
દક્ષિણ એશિયામાં સાંસ્કૃતિક સેતુ બનાવવાના પ્રયાસો
ગુરમણિ સેન્ટરના ડિરેક્ટર ડૉ.અલી ઉસ્માન કાસમી અને એફસી કોલેજના એસોસિયેટ પ્રોફેસર ડૉ.શાહિદ રશીદ, વિભાગના વડા છે.ડૉ.રશીદ મુખ્યત્વે સંસ્કૃત વ્યાકરણ અને શાસ્ત્રીય સાહિત્ય શીખવે છે..શરૂઆતમાં વિદ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો..પરંતુ પછી સંસ્કૃતની તાર્કિક રચના સમજાઈ ગઈ અને વિષયમાં તેમનો રસ વધ્યો.વિદ્યાર્થીઓને એ જાણીને આશ્ચર્ય થયું કે ઉર્દૂ અને અન્ય સ્થાનિક ભાષાઓમાં ઘણા શબ્દો સંસ્કૃતમાંથી ઉદ્ભવ્યા છે.ડૉ.કાસમી અને ડૉ.રશીદ માને છે કે સંસ્કૃત, હિન્દી, ઉર્દૂ અને અન્ય ભાષાઓ વચ્ચે ઊંડો સંબંધ છે. આ અભ્યાસક્રમ સમગ્ર દક્ષિણ એશિયામાં સાંસ્કૃતિક સેતુ બનાવવાની અને ભાષાકીય સમૃદ્ધિ વધારવાની તક પૂરી પાડે છે.
LUMS 2027 સુધીમાં આને એક વર્ષનો અભ્યાસક્રમ બનાવવાનું લક્ષ્ય રાખે છે…આ અભ્યાસક્રમ દ્વારા, વિદ્યાર્થીઓ મહાભારત અને ભગવદ ગીતા જેવા ગ્રંથોનો અભ્યાસ કરી શકશે..પાકિસ્તાનમાં શાસ્ત્રીય ભાષાઓના ક્ષેત્રમાં નવા વિદ્વાનો તૈયાર કરવામાં આવશે…ડૉ.રશીદ કહે છે કે સંસ્કૃત એક સાંસ્કૃતિક સ્મારક જેવું છે અને તેને બધાએ સ્વીકારવું જોઈએ..તે કોઈ એક ધર્મનો વારસો નથી..પરંતુ સમગ્ર માનવતાનો વારસો છે.
- Advertisement -
- Advertisement -