28 C
Ahmedabad
Tuesday, March 31, 2026

ગુજરાતમાં મતદાર યાદી સુધારણા ઝુંબેશ : 5 કરોડથી વધુ મતદારોને ફોર્મ વિતરણ, ડાંગ જિલ્લો ડિજિટાઇઝેશનમાં મોખરે


સમગ્ર ગુજરાત રાજ્યમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ હાલમાં પૂરજોશમાં ચાલી રહી છે. જેનો ગણતરીનો તબક્કો 11મી ડિસેમ્બર સુધી ચાલશે. ભારતના ચૂંટણીપંચના માર્ગદર્શન હેઠળ મુખ્ય નિર્વાચન અધિકારી હારીત શુક્લાની આગેવાનીમાં CEO કચેરીની સમગ્ર ટીમ આ પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે તમામ જિલ્લાઓના ચૂંટણી અધિકારીઓ અને સ્ટાફ સાથે સક્રિયપણે સંકલન સાધી રહી છે. વર્ષ 2025ની મતદાર યાદી માટે નોંધાયેલા 5 કરોડથી વધુ મતદારોને ગણતરીના ફોર્મનું વિતરણ કરી દેવામાં આવ્યું છે.રાજ્યના 33 જિલ્લાઓ પૈકી મોટાભાગના જિલ્લાઓમાં 100 ટકા ફોર્મ વિતરણનું લક્ષ્ય સિદ્ધ થયું છે. જ્યારે અમુક જિલ્લાઓ લક્ષ્ય હાંસલ કરવાની નજીક છે.

ફોર્મ વિતરણની કામગીરી પૂર્ણ થયા બાદ પરત મળેલા ફોર્મને ડિજિટાઇઝ કરવાની કામગીરી વેગવાન બની છે. આ કાર્યગીરીમાં કુલ ચાર વિધાનસભા મતવિસ્તારમાં 100% ડિજિટાઇઝેશન પૂર્ણ થઈ ચૂક્યું છે.જેમાં બનાસકાંઠાની ધાનેરા અને થરાદ, દાહોદની લીમખેડા, અને રાજકોટની ધોરાજી બેઠકનો સમાવેશ થાય છે.

આ કામગીરીમાં 93.55% ગણતરી ફોર્મના ડિજિટાઇઝેશન સાથે ડાંગ જિલ્લો સમગ્ર રાજ્યમાં મોખરે છે.અન્ય જિલ્લાઓમાં પણ આ પ્રક્રિયા પ્રગતિમાં છે. ડિજિટાઇઝેશન કામગીરીમાં ટોપ-10 જિલ્લાઓની યાદીમાં ડાંગ (93.55%), ગીર સોમનાથ (89.62%), મોરબી (89.07%), સાબરકાંઠા (89.૦૦%), બનાસકાંઠા (88.96%), મહીસાગર (88.91%), છોટા ઉદેપુર (88.81%), પંચમહાલ (87.88%), અરવલ્લી (87.67%), અને સુરેન્દ્રનગર (87.45%) નો સમાવેશ થાય છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -