39 C
Ahmedabad
Saturday, April 18, 2026

આવતીકાલે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક..રોડ,કૃષિ અને વિકાસલક્ષી મુદ્દાઓ પર મંથન


રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આવતીકાલે ૩ ડિસેમ્બરે સવારે 10 કલાકે  રાજ્ય સરકારની મહત્ત્વપૂર્ણ કેબિનેટ બેઠક યોજાશે.આ બેઠકમાં રાજ્યના વિકાસ અને નાગરિક સુવિધાઓમાં સુધારો લાવવા માટેના અનેક મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા અને વિચારણા કરવામાં આવશે.

બેઠકના મુખ્ય એજન્ડામાં રાજ્યના રોડ-રસ્તાઓની વર્તમાન પરિસ્થિતિ અંગે વિગતવાર ચર્ચાનો સમાવેશ થાય છે.આ ઉપરાંત તાજેતરમાં ગુજરાતને કોમનવેલ્થ ગેમ્સની યજમાની મળવા બદલ અભિનંદન ઠરાવ પસાર કરવામાં આવશે.સાથે જ ખેડૂતોને લગતા મહત્ત્વના વિષયો જેવા કે ટેકાના ભાવે વિવિધ ચીજવસ્તુઓની ખરીદીની સમીક્ષા અને જાહેર કરાયેલા કૃષિ રાહત પેકેજની ચૂકવણી અંગેની પ્રગતિની સમીક્ષા કરવામાં આવશે.

અન્ય મહત્ત્વપૂર્ણ મુદ્દાઓમાં, રવિ સીઝન માટેના વાવેતરને ધ્યાનમાં રાખીને કેનાલોમાં પાણી છોડવાની વ્યવસ્થા અંગે ચર્ચા થશે.વધુમાં,પ્રભારી મંત્રીઓને સોંપાયેલા જિલ્લાઓની સમીક્ષાના અહેવાલો અને આગામી સમયમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીના ગુજરાત પ્રવાસની તૈયારીઓ અંગે પણ વિચાર-વિમર્શ કરવામાં આવશે.આ બેઠક દ્વારા રાજ્યના વિકાસલક્ષી નિર્ણયો લેવાશે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -