29.2 C
Ahmedabad
Monday, March 2, 2026

મરાઠા અનામત: મનોજ જરાંગેએ સરકારને ધમકી આપી – હું આગામી બે દિવસમાં પાણી પીવાનું બંધ કરી દઈશ


મુંબઈના આઝાદ મેદાન ખાતે મરાઠા અનામત આંદોલનના નેતા મનોજ જરાંગેની ભૂખ હડતાળ શનિવારે બીજા દિવસે પણ ચાલુ રહી. જરાંગેએ જાહેરાત કરી છે કે તેઓ મરાઠા સમુદાયની માંગણીઓ પૂર્ણ ન થાય ત્યાં સુધી પાછા નહીં હટે. ગઈકાલે રાત્રે મુંબઈમાં થયેલા વરસાદને કારણે જરાંગે અને તેમના સમર્થકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ભીના મેદાનને કારણે, મરાઠા અનામત કાર્યકરો કાદવ, શૌચાલય અને પાણીનો અભાવ અનુભવી રહ્યા છે.

મનોજ જરાંગે માંગ કરે છે કે મરાઠા સમુદાયને OBC શ્રેણી હેઠળ કુણબી વર્ગ તરીકે માન્યતા આપવામાં આવે, જેથી તેઓ નોકરીઓ અને શિક્ષણમાં અનામતનો લાભ મેળવી શકે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે શુક્રવારે કહ્યું કે રાજ્ય સરકાર મરાઠા સમુદાયના સામાજિક અને નાણાકીય મુદ્દાઓ ઉકેલવા માટે સકારાત્મક છે. પરંતુ તેમાં કોઈ રાજકારણ ન હોવું જોઈએ. ફડણવીસે કહ્યું છે કે કેબિનેટ સબ-કમિટી મરાઠા સમુદાય અને મનોજ જરાંગેની માંગણી સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરી રહી છે અને બંધારણીય માળખામાં ઉકેલ શોધવામાં આવશે.

મનોજ જરાંગેએ સરકારને ચેતવણી આપી છે કે, જો સરકાર મરાઠા સમુદાય માટે શિક્ષણ અને નોકરીઓમાં અનામતની માંગણી પર નિર્ણય લેવામાં વિલંબ કરશે.તો તેઓ આગામી બે દિવસમાં પાણી પીવાનું બંધ કરશે. જરાંગેએ કહ્યું, ‘જો તમે નિર્ણય લેવામાં (અનામતની જાહેરાત પર) વિલંબ કરશો.. તો વધુ મરાઠા મુંબઈ આવશે. જો સરકાર મરાઠાઓને બરબાદ કરવા માંગતી હોય, તો તેણે વાતચીત શા માટે શરૂ કરી?’ તેમણે સરકાર પર મરાઠા અને ઓબીસી વચ્ચે ભાગલા પાડવાનો પ્રયાસ કરવાનો આરોપ પણ લગાવ્યો. જરાંગેએ કહ્યું, ‘અમે ક્યારેય કહ્યું નથી કે તમારે ઓબીસી ક્વોટા ઘટાડવો જોઈએ. અને તે અમને આપવો જોઈએ. પરંતુ અમે અમારા અધિકારોની માંગ કરી રહ્યા છીએ. આ અમારી છેલ્લી લડાઈ છે. જો વિલંબ થશે, તો હું આગામી બે દિવસમાં પાણી પીવાનું બંધ કરી દઈશ.’

મનોજ જરાંગેએ કહ્યું કે મરાઠા સમુદાય રાજકારણમાં આવવા માંગતો નથી. અને ફક્ત અનામત ઇચ્છે છે. તેમણે સરકારને ચેતવણી આપી હતી કે મરાઠા સમુદાયની ધીરજની કસોટી ન કરે. આઝાદ મેદાન ખાતે પત્રકારો સાથે વાત કરતા, જરાંગેએ કહ્યું કે ‘સરકારે એવી ગેરસમજ ન ફેલાવવી જોઈએ કે મરાઠાઓ અન્ય પછાત વર્ગોના ક્વોટામાંથી અનામતની માંગ કરી રહ્યા છે. અમે ફક્ત માંગ કરી રહ્યા છીએ કે કુણબી શ્રેણી હેઠળ યોગ્યતાના આધારે ક્વોટામાં અમારો યોગ્ય હિસ્સો મળે.’ જરાંગેએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને ગરીબ મરાઠાઓનું અપમાન ન કરવા વિનંતી કરી હતી..


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -