દહેગામ : રખિયાલમાં ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણના હસ્તે રોડ રસ્તા અને બ્રિજનું ખાતમુહૂર્ત


ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં આવેલા રખિયાલમાં રખિયાલ સ્ટેશનથી રખિયાલ ગામ સુધીના 1.5 કિમી રોડ તેમજ ધારીસણાથી રખિયાલ સુધીના રોડ રસ્તા અને રખિયાલ ગામ રોડ પર આવેલા ગળનારાનું દહેગામ તાલુકાના ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ તેમજ જિલ્લા સદસ્ય ભરતસિંહ ઝાલાના હસ્તે ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતુ..





સાથો સાથ રખિયાલ ગામમાં નવી બનાવેલી પ્રાથમિક શાળાનું ધારાસભ્યના હસ્તે દીપ પ્રાગટય કરીને રીબીન કાપી શાળા ખુલ્લી મુકવામાં આવી હતી..ધારાસભ્યએ વર્ગખંડની પણ મુલાકાત લીધી હતી..વર્ગ ખંડોમાં સ્માર્ટ ક્લાસની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે..રખિયાલ ગામે નવીન રોડ બનવાથી વાહન ચાલકોને આવન જાવન કરવામાં વધુ સરળતા રહેશે અને અકસ્માતની સંભાવના ઓછી થશે..



આ પ્રસંગે ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ તેમજ ભરતસિંહ ઝાલાનું ગ્રામજનો દ્વારા શાલ ઓઢાડી તેમજ પાઘડી પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતુ..સાથે જ આવેલા મહેમાનોનું ફુલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતુ..આ કાર્યક્રમમાં દહેગામ તાલુકા ભાજપ પ્રમુખ કેતન પટેલ,,વાસણા ચૌધરીના સરપંચ તેમજ દેહગામ ભાજપ મહામંત્રી ઇશ્વરભાઇ ચૌધરી,હાલીસા સીટના જિલ્લા સદસ્ય જશુભાઇ દેસાઇ, ભાજપ તાલુકા મંત્રી પ્રકાશ પરમાર,,તાલુકા પંચાયતના પ્રમુખ- ઉપપ્રમુખ,,તાલુકા સદસ્ય રામજીભાઇ મારવાડી,રખિયાલના સરપંચ પતિ નાથુસિંહ,,ડેપ્યુટી સરપંચ રમેશભાઇ પટેલ,,તલાટી કમ મંત્રી સરીતા ચૌધરી તેમજ આસપાસના ગામના સરપંચો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતા..
- Advertisement -
- Advertisement -