સાઉદી અરેબિયાએ ભારત અને પાકિસ્તાન સહિત 14 દેશો પર લગાવ્યો વિઝા પ્રતિબંધ, જાણો શા માટે ક્રાઉન પ્રિન્સે કર્યું આવું

સાઉદી અરેબિયાએ ભારત અને પાકિસ્તાન સહિત વિશ્વના કુલ 14 દેશોના વિઝા પર અસ્થાયી પ્રતિબંધ લગાવી દીધો છે. સાઉદી અરબ સરકારનો આ કામચલાઉ પ્રતિબંધ બિઝનેસ અને ફેમિલી વિઝા તેમજ ઉમરાહ વિઝા પર લાગુ થશે.
નોંધનીય છે કે,, ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનની આગેવાની હેઠળની સાઉદી સરકારે આ પ્રતિબંધ અન્ય દેશોના લોકોને નોંધણી વગર હજમાં જવાથી રોકવા માટે લગાવ્યો છે. જો કે, આ અસ્થાયી પ્રતિબંધ તમામ દેશો પર જૂનના મધ્ય સુધી એટલે કે આ વર્ષે હજ પૂર્ણ થાય ત્યાં સુધી ચાલુ રહેશે. તે પછી વિઝા કાર્યક્રમ ફરીથી સામાન્ય રીતે અમલમાં આવશે.
સાઉદી અરેબિયાના અધિકારીઓએ જણાવ્યું કે વિદેશીઓ આ મહિનાની 13મી એટલે કે 13મી એપ્રિલ સુધી જ ઉમરાહ વિઝા માટે આવી શકશે. 13 એપ્રિલ પછી ઉમરાહ વિઝા બંધ થઈ જશે.
સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને ગયા વર્ષે હજારો લોકોના મોતને ધ્યાનમાં રાખીને આ વર્ષે વિઝા પ્રતિબંધનો આ નિર્ણય લીધો છે. ગયા વર્ષે હજ દરમિયાન નાસભાગમાં 1000થી વધુ લોકોના મોત થયા હતા. માર્યા ગયેલા મોટાભાગના લોકો અનધિકૃત હજ યાત્રીઓ હતા. આવી સ્થિતિમાં, આ વર્ષે આ અસ્થાયી વિઝા પ્રતિબંધના નિર્ણય પાછળનું કારણ અનરજિસ્ટર્ડ હજ યાત્રીઓને રોકવાનું છે.
સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને હજ દરમિયાન વ્યવસ્થા જાળવી રાખવા માટે 14 દેશોના વિઝા નિયમોમાં ફેરફાર કર્યા છે. સાઉદી અરેબિયાએ જે દેશોમાં વિઝા પ્રતિબંધ લગાવ્યો છે તેમાં ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, ઇજિપ્ત, ઇન્ડોનેશિયા, નાઇજીરિયા, ઇરાક, જોર્ડન, અલ્જેરિયા, સુદાન, ઇથોપિયા, ટ્યુનિશિયા અને યમનનો સમાવેશ થાય છે.
સાઉદી અરેબિયાના વિદેશ મંત્રાલયે કહ્યું કે,, આ અસ્થાયી વિઝા પ્રતિબંધ મુસાફરીના નિયમોને સરળ બનાવવા માટે લગાવવામાં આવ્યો છે. આનાથી હજ દરમિયાન યાત્રાળુઓની સુરક્ષામાં સુધારો થશે અને પ્રવાસ ખૂબ જ આરામદાયક રહેશે.
- Advertisement -
- Advertisement -