28.4 C
Ahmedabad
Thursday, March 5, 2026

દુષ્કર્મ સાબિત કરવા માટે પ્રાઇવેટ પાર્ટમાં ઇજા જરૂરી નથી…40 વર્ષ પછી સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય


સુપ્રીમ કોર્ટે કહ્યું કે,દુષ્કર્મ સાબિત કરવા માટે ગુપ્તાંગ પર ઈજાના નિશાન હોવા જરૂરી નથી. આ માટે અન્ય પુરાવાઓનો પણ આધાર લઈ શકાય છે. આ કેસ એક ટ્યુશન શિક્ષક દ્વારા પોતાની જ વિદ્યાર્થીની પર દુષ્કર્મ કરવાના આરોપ સાથે સંબંધિત હતો. શિક્ષકે કહ્યું, ‘પીડિતાના ગુપ્ત ભાગો પર ઈજાના કોઈ નિશાન નથી..તેથી બળાત્કાર સાબિત થઈ શકતો નથી.’ પીડિતાની માતાએ મારા પર ખોટો આરોપ લગાવ્યો છે.

ગુપ્તાંગમાં ઇજા જરૂરી નથી: સુપ્રીમ કોર્ટ

બંને પક્ષોની દલીલોને ફગાવી દેતા, ન્યાયાધીશ સંદીપ મહેતા અને પ્રસન્ના બી.બેન્ચે કહ્યું, ‘મેડિકલ રિપોર્ટમાં કોઈ ઈજાના નિશાન મળ્યા નથી.’ જોકે, આ કારણે અન્ય પુરાવાઓને અવગણી શકાય નહીં. જસ્ટિસ વરાલેએ કહ્યું, ‘એવું જરૂરી નથી કે દુષ્કર્મના બધા કેસોમાં પીડિતાના શરીર પર ઈજાના નિશાન જોવા મળે.’ કોઈ પણ કેસ તેના સંજોગો પર આધાર રાખે છે. તેથી, દુષ્કર્મના આરોપને સાબિત કરવા માટે પીડિતાના શરીર પર ઈજાના નિશાન જરૂરી ગણી શકાય નહીં.

આરોપીઓના આરોપો પર કોર્ટનો જવાબ

પીડિતાની માતા પર આરોપી દ્વારા લગાવવામાં આવેલા આરોપો પર બેન્ચે કહ્યું, ‘આવા કિસ્સાઓમાં, આવા મામલાઓમાં ઊંડાણમાં જવાનો કોઈ અર્થ નથી.’ અમને એવું માનવાનું કોઈ કારણ મળ્યું નથી કે માતા પોતાની પુત્રીને પીડિત બનાવીને શિક્ષકને ફસાવવા માટે ખોટો કેસ દાખલ કરશે. કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું કે,, પીડિતાની માતાના ચારિત્ર્ય કે ઇરાદા પર પ્રશ્ન ઉઠાવવાનો કોઈ નક્કર આધાર નથી.

1984ની ઘટના

આ દુષ્કર્મની ઘટના 1984માં બની હતી..1986માં જ ટ્રાયલ કોર્ટે આરોપીને દોષિત ઠેરવ્યો હતો..ત્યારબાદ કેસને અલ્હાબાદ હાઈકોર્ટમાં ખસેડવામાં આવ્યો હતો..ટ્રાયલ કોર્ટના નિર્ણયને યોગ્ય ઠેરવવામાં 26 વર્ષ લાગ્યા હતા..ત્યારબાદ સુપ્રીમ કોર્ટમાં આ નિર્ણયને યોગ્ય ઠેરવવામાં બીજા 15 વર્ષનો સમય લાગ્યો હતો.

આરોપ હતો કે 19 માર્ચ, 1984ના રોજ ટ્યુશન શિક્ષકે બે અન્ય વિદ્યાર્થિનીઓને બહાર મોકલી હતી.. ત્યારબાદ પીડિતા પર દુષ્કર્મ ગુજાર્યો હતો. બે વિદ્યાર્થિનીઓએ દરવાજો ખખડાવ્યો હતો..પણ શિક્ષકે દરવાજો ખોલ્યો નહીં. બાદમાં પીડિતાની દાદી આવીને તેને બચાવી હતી..જ્યારે પીડિતાના પરિવારે FIR નોંધાવવાનો પ્રયાસ કર્યો ત્યારે આરોપી પક્ષના લોકોએ તેમને ધમકી આપી હતી.. છતાં થોડા દિવસો પછી FIR દાખલ કરવામાં આવી હતી…

40 વર્ષ બાદ ન્યાય

આ કેસ ત્રણ-સ્તરીય ન્યાયિક પ્રણાલી ટ્રાયલ કોર્ટ, હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાંથી પસાર થયો હોવાથી તેને ન્યાય મળવામાં 40 વર્ષનો લાંબો સમય લાગ્યો હતો.. સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય સંદેશ આપે છે કે દુષ્કર્મ જેવા ગંભીર ગુનાઓમાં માત્ર શારીરિક ઈજાના નિશાન જ નહીં..પરંતુ અન્ય પુરાવાઓને પણ મહત્વ આપવું જોઈએ..


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -