28.4 C
Ahmedabad
Wednesday, March 4, 2026

હું ગંગાનું પાણી નહીં પીઉં … દેશમાં કોઈ નદી સ્વચ્છ નથી’, રાજ ઠાકરેએ મહાકુંભ પર પ્રશ્ન ઉઠાવ્યો


મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેએ ગંગા નદીના પાણીની ગુણવત્તા પર પ્રશ્નો ઉઠાવ્યા હતાં… રાજ ઠાકરેએ કહ્યું કે,, હું ક્યારેય નદીમાં પવિત્ર ડૂબકી નહીં લગાઉં. હું લોકોને અંધશ્રદ્ધામાંથી બહાર આવવા અને પોતાના મગજનો યોગ્ય ઉપયોગ કરવા કહું છું.

મનસેના સ્થાપના દિવસ પર આયોજિત એક કાર્યક્રમમાં રાજ ઠાકરેએ કહ્યું કે,, અમારા પક્ષના નેતા બાલા નંદગાંવકર પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભમાંથી પવિત્ર જળ લાવ્યા હતા. પણ મેં તે પીવાની ના પાડી હતી..મેં તેને ચાલ્યા જવાનું કહ્યું હતું…હું નહાવાનો નથી. એ પાણી કોણ પીશે ? કોવિડ હમણાં જ પસાર થયો છે..અને લોકો બે વર્ષથી ચહેરા પર માસ્ક પહેરીને ફરતા હોય છે. હવે તેઓ ત્યાં જઈ રહ્યા છે.. અને સ્નાન કરી રહ્યા છે. એ ગંગામાં પવિત્ર ડૂબકી લગાવવા કોણ જશે ?

રાજ ઠાકરેએ કહ્યું કે,,,મેં લોકોના શરીર ઘસતા અને ગંગામાં સ્નાન કરતા વીડિયો જોયા છે. દેશની દરેક નદી પ્રદૂષિત છે.. જ્યારે વિદેશમાં આવી નદીઓ આખું વર્ષ સ્વચ્છ રહે છે. શ્રદ્ધાનો પણ કોઈ અર્થ હોવો જોઈએ. દેશમાં એક પણ સ્વચ્છ નદી નથી.. પણ આપણે તેને માતા કહીએ છીએ. વિદેશમાં નદીને માતા નથી કહેવામાં આવતી.. પણ તે એકદમ સ્વચ્છ રહે છે..અને આપણી બધી નદીઓ પ્રદૂષિત છે. કોઈ તેમાં સ્નાન કરી રહ્યું છે, તો કોઈ કપડાં ધોઈ રહ્યું છે.

તેમણે કહ્યું કે,,હું ભૂતપૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીના સમયથી સાંભળતો આવ્યો છું કે ગંગા નદી સાફ થશે. પણ આવું થઈ રહ્યું નથી. લોકોએ આ શ્રદ્ધા અને અંધશ્રદ્ધામાંથી બહાર આવવું જોઈએ અને પોતાના મગજનો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ.

સીપીસીબીએ ૩ ફેબ્રુઆરીએ રિપોર્ટ સુપરત કર્યો હતો.

તાજેતરમાં, સીપીસીબીએ મહાકુંભ દરમિયાન પ્રયાગરાજમાં ગંગાની વાસ્તવિક સ્થિતિ અંગે એક અહેવાલ તૈયાર કર્યો હતો. ૩ ફેબ્રુઆરીના રોજ NGTને સુપરત કરેલા પોતાના અહેવાલમાં, CPCB એ કહ્યું હતું કે સંગમનું પાણી સ્નાન માટે યોગ્ય નથી. ટીમને ફેકલ કોલિફોર્મ 230 MPN/100 mg માટે નિર્ધારિત ધોરણોનું પાલન ન થયું હોવાનું જણાયું હતું.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -