કન્નડ અભિનેત્રી રાણ્યા રાવની એરપોર્ટ પર 15 કિલો સોના સાથે ધરપકડ,, કર્ણાટક ડીજીપીની સાવકી પુત્રી છે રાણ્યા રાવ
કેમ્પેગૌડા ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતેથી સોમવારે રાત્રે સેન્ડલવુડ અભિનેત્રી રાણ્યા રાવની ધરપકડ કરવામાં આવી હતી. રાણ્યા દુબઈથી બેંગલુરુ આવી હતી..તેની પાસેથી 14 કિલો સોનાના લગડીઓ મળી આવી હતી.. જે એક પટ્ટામાં છુપાવેલી હતી.આ પટ્ટો તેના શરીર સાથે બાંધેલો હતો. આ ઉપરાંત તેની પાસેથી 800 ગ્રામ વજનના સોનાના દાગીના પણ મળી આવ્યા હતા. મંગળવારે સાંજે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી.. જ્યાંથી તેને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવી હતી..તપાસ અધિકારીઓને શંકા છે કે,, તે બેંગલુરુ એરપોર્ટ દ્વારા સક્રિય રીતે કાર્યરત સોનાની દાણચોરી કરતી ગેંગનો ભાગ છે.
પોલીસ અધિકારીની પુત્રી, પ્રખ્યાત ફિલ્મોમાં અભિનય કરી ચૂકી છે
૩૨ વર્ષીય રાણ્યા રાવ, કર્ણાટકમાં પોલીસ હાઉસિંગ કોર્પોરેશનના ડાયરેક્ટર જનરલ એવા આઈપીએસ અધિકારી રામચંદ્ર રાવની પુત્રી છે. અભિનેત્રીએ કન્નડ ફિલ્મો ‘માનિક્ય’ (સુદીપ મુખ્ય ભૂમિકામાં) અને ‘પતાખી’ (ગણેશ મુખ્ય ભૂમિકામાં) માં કામ કર્યું છે. આ ઉપરાંત, તે વિક્રમ પ્રભુની સામે તમિલ ફિલ્મ વાગાહમાં જોવા મળી હતી.
વારંવાર વિદેશ પ્રવાસોને કારણે તપાસ
સૂત્રોએ જણાવ્યું કે રાણ્યાના વારંવારના આંતરરાષ્ટ્રીય પ્રવાસોએ અધિકારીઓનું ધ્યાન ખેંચ્યું હતું. આ વર્ષની શરૂઆતથી 10 થી વધુ વખત વિદેશ પ્રવાસ કર્યો છે. એક અધિકારીએ જણાવ્યું કે, “રાણ્યા વારંવાર ટૂંકા ગાળામાં ગલ્ફ દેશોમાં મુસાફરી કરી છે.. તે જોતાં ડીઆરઆઈને શંકા ગઈ.” આ કારણોસર તેનો ટ્રેકિંગ શરૂ થયું. સોમવારે જ્યારે તે દુબઈથી અમીરાતની ફ્લાઇટ દ્વારા બેંગલુરુ પહોંચી ત્યારે DRI ટીમે તેને રોકવાની યોજના બનાવી. તપાસમાં જાણવા મળ્યું કે તેણીએ છેલ્લા 15 દિવસમાં ચાર વખત એક જ રીતે મુસાફરી કરી હતી.. દરેક વખતે એક જ પોશાકમાં તેનો બેલ્ટ છુપાવીને.
સરકારી પ્રોટોકોલનો લાભ લીધો
ડીઆરઆઈને શંકા છે કે રાણ્યા એરપોર્ટ પર વરિષ્ઠ અધિકારીઓ માટે નક્કી કરાયેલા ખાસ પ્રોટોકોલનો લાભ લઈને સરળતાથી બહાર નીકળતી હતી. એક સૂત્રએ જણાવ્યું કે, “એક પ્રોટોકોલ અધિકારી તેમને એરપોર્ટ પર રિસીવ કરશે.. કોઈપણ મુશ્કેલી વિના એરપોર્ટની બહાર લઈ જશે. તેમની બેગની નિયમિત તપાસ કરવામાં આવી હતી.. પરંતુ તેમને શારીરિક રીતે રોકવામાં આવ્યા ન હતા. તેમને રસ્તામાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે સરકારી વાહન પણ એરપોર્ટથી ઘરે છોડવા માટે આવતું હતું.
પિતાએ પોતાની પુત્રીથી અંતર રાખ્યું અને કહ્યું, ‘કાયદો તેનું કામ કરશે’
રાણ્યાના પિતા અને વરિષ્ઠ આઈપીએસ અધિકારી ડીજીપી કે. રામચંદ્ર રાવે પોતાની પુત્રીના કાર્યોથી પોતાને દૂર રાખ્યા છે. તેમણે કહ્યું, “રાણ્યાના લગ્ન ચાર મહિના પહેલા જતીન હુક્કેરી સાથે થયા હતા. ત્યારથી તેણે અમારો સંપર્ક કર્યો નથી. અમને તેની કે તેના પતિની ગતિવિધિઓ વિશે ખબર નહોતી. આ અમારા માટે ખૂબ જ મોટો આઘાત અને નિરાશા છે. જો તેણે કોઈ કાયદો તોડ્યો હશે, તો તેને સજા થશે.
ઉલ્લેખનીય છે કે, 2014 માં, જ્યારે રામચંદ્ર રાવ મૈસુરુ રેન્જના IGP હતા.. ત્યારે કેરળના એક ઝવેરીએ મૈસુરુ પોલીસ પર 2 કરોડ રૂપિયા જપ્ત કર્યા પછી 1.8 કરોડ રૂપિયાની ઉચાપત કરવાનો આરોપ લગાવ્યો હતો. CID એ કેસની તપાસ કરી અને લૂંટના આરોપસર રાવના ગનમેનની ધરપકડ કરી. હવે જોવાનું એ રહે છે કે DRI તપાસમાં રાણ્યા વિરુદ્ધ અન્ય કયા ખુલાસા થાય છે.. અને આ દાણચોરી નેટવર્ક સાથે બીજું કોણ જોડાયેલું
- Advertisement -
- Advertisement -