ઉત્તરપ્રદેશ : અમરોહામાં એક મહિલા બિલાડીના મોતનો આઘાત સહન ન કરી શકી,ફાંસો લગાવી કરી આત્મહત્યા
ઉત્તર પ્રદેશના અમરોહામાં એક બિલાડી અને મહિલા વચ્ચેના પ્રેમનો એક અનોખો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.. જ્યાં બિલાડીના મોતના બે દિવસ બાદ એક મહિલાએ ગળે ફાંસો લગાવીને આત્મહત્યા કરી હતી..પોલીસે મહિલાના મૃતદેહને પોતાની કસ્ટડીમાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી..
છૂટાછેડા પછી એકલતા દૂર કરવા એક બિલાડી દત્તક લીધી
અમરોહા જિલ્લાના હસનપુર પોલીસ સ્ટેશનના મોહલ્લા રાહરા અડ્ડા નિવાસી સ્વ. ગુલાબદાસ જાટવની 32 વર્ષની પુત્રી પૂજાના લગ્ન લગભગ આઠ વર્ષ પહેલાં દિલ્હીના એક યુવક સાથે થયા હતા. બે વર્ષ પછી તેના છૂટાછેડા થઈ ગયા..ત્યારબાદ પૂજા તેના માતાપિતાના ઘરે રહેતી હતી. જો કે પૂજાએ એકલતા દૂર કરવા માટે એક પાલતુ બિલાડી પાળી હતી.
પરિવારના સભ્યોના જણાવ્યા મુજબ, બિલાડીનું મોત બાદ જ્યારે માતા ગજરા દેવીએ બિલાડીના મૃતદેહને દફનાવવાનું કહ્યું ત્યારે પૂજાએ સ્પષ્ટ ના પાડી દીધી હતી..પૂજાએ કહ્યું કે તેની પ્રિય બિલાડી જીવંત થઈ જશે. માતા ગજરા દેવી કહે છે કે તેમણે બિલાડીના મૃતદેહને બે દિવસ સુધી પોતાની છાતીની નજીક રાખ્યો હતો. શનિવારે બપોરે જ્યારે પૂજાની આશા ઠગારી નીવડી ત્યારે તેણે ત્રીજા માળે તેના રૂમમાં છતના પંખા સાથે ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી..
જ્યારે માતા તેના રૂમમાં પહોંચી ત્યારે તેની લાશ લટકતી જોઈને ચીસો પાડી હતી..આ દરમિયાન સ્થાનિક લોકોની માહિતી પર પોલીસ પહોંચી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.. પોસ્ટમોર્ટમ રિપોર્ટ પરથી મૃત્યુનું કારણ જાણી શકાશે. ફિલ્ડ યુનિટે ઘટનાસ્થળેથી પુરાવા પણ એકત્રિત કર્યા હતા.. પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે જ આગળની કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.
- Advertisement -
- Advertisement -