38.3 C
Ahmedabad
Wednesday, March 4, 2026

ફરાહ ખાન વિરુદ્ધ ધાર્મિક લાગણીઓનું અપમાન કરવા બદલ FIR, ખાને હોળીને ગણાવ્યો “છપરીઓનો તહેવાર”


બોલિવૂડ ફિલ્મ નિર્માતા અને કોરિયોગ્રાફર ફરાહખાન વિરુદ્ધ હિન્દુઓના પવિત્ર તહેવાર હોળી વિશે અપમાનજનક ટિપ્પણી કરવા બદલ ફોજદારી ફરિયાદ દાખલ થઇ હતી..આ ફરિયાદ હિન્દુસ્તાની ભાઉ તરીકે પ્રખ્યાત વિકાસ પાઠકે તેમના વકીલ એડવોકેટ અલી કાશિફ ખાન દેશમુખ દ્વારા દાખલ કરી છે. શુક્રવારે ખાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.. જેમાં 20 ફેબ્રુઆરીના રોજ ટેલિવિઝન શો સેલિબ્રિટી માસ્ટરશેફના એક એપિસોડ દરમિયાન આપેલા વિવાદાસ્પદ નિવેદન બદલ ફરાહ વિરુદ્ધ કાનૂની કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી. પાઠકે દાવો કર્યો છે કે ખાને હોળીને “છપરીઓનો તહેવાર” તરીકે વર્ણવ્યો હતો.. જે શબ્દનો ઉપયોગ વ્યાપકપણે અપમાનજનક માનવામાં આવે છે.

હિન્દુસ્તાની ભાઉએ એમ પણ કહ્યું કે, ખાનની ટિપ્પણીથી તેમની વ્યક્તિગત ધાર્મિક લાગણીઓ અને મોટા હિન્દુ સમુદાયની લાગણીઓને ખૂબ ઠેસ પહોંચી છે. એડવોકેટ દેશમુખે કહ્યું, “મારા ક્લાયન્ટ કહે છે કે ફરાહ ખાનની આ ટિપ્પણીથી હિન્દુઓની ધાર્મિક લાગણીઓનું અપમાન થયું છે. પવિત્ર તહેવારનું વર્ણન કરવા માટે ‘છપરી’ શબ્દનો ઉપયોગ અત્યંત અયોગ્ય છે. તેનાથી સાંપ્રદાયિક તણાવ પેદા થવાની સંભાવના છે. ફરિયાદમાં લખ્યું છે કે, “મારા અસીલે જણાવ્યું છે કે,, આરોપીએ માત્ર મારી અંગત ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડી નથી…પરંતુ મોટા પાયે હિન્દુ સમુદાયને પણ નારાજ કર્યો છે. આ ઘટનામાં ફરાહ ખાન સંડોવાયેલી છે.

બોલિવૂડના એક અગ્રણી ફિલ્મ નિર્માતા અને કોરિયોગ્રાફરે તાજેતરમાં હિન્દુ તહેવાર હોળી વિરુદ્ધ અત્યંત અપમાનજનક અને વાંધાજનક ટિપ્પણી કરી હતી. હું આ ફરિયાદ દ્વારા ન્યાયની માંગ કરું છું. ફરાહખાન વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. સેલિબ્રિટી માસ્ટરશેફના જજ ફરાહ ખાને હોળીના તહેવાર વિશે ટિપ્પણી કરી હતી..આ ટિપ્પણી માટે તેમને સોશિયલ મીડિયા પર સતત ટ્રોલ પણ કરવામાં આવી રહ્યા છે


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -