રાજ્યસભાના 69 સાંસદો સામે ક્રિમિનલ કેસ, BJP-કોંગ્રેસનો શું છે રેકોર્ડ? વાંચો ADR રિપોર્ટના 6 ચોંકાવનારા ખુલાસા.
એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) નો વર્ષ 2026 નો અહેવાલ આવી ગયો છે. આ અહેવાલમાં રાજ્યસભાના 233 માંથી 226 સાંસદોનો રેકોર્ડ દર્શાવવામાં આવ્યો છે. આ રિપોર્ટ સાંસદોના સોગંદનામા (એફિડેવિટ) ના આધારે તૈયાર કરવામાં આવ્યો છે. આ અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે કયા પક્ષના કેટલા સાંસદો સામે ગુનાહિત કેસો અને ગંભીર ગુનાહિત કેસો નોંધાયેલા છે. કયા સાંસદો લાખપતિ અને કરોડપતિ છે તેમજ કોણ સૌથી ધનિક છે? કોની પાસે સૌથી ઓછી સંપત્તિ છે અને કોની સામે સૌથી વધુ દેવું (લાયબિલિટીઝ) છે?
રાજ્યસભાના આટલા સાંસદો સામે ગુનાહિત કેસો નોંધાયેલા છે
ADR ના અહેવાલ મુજબ, રાજ્યસભાના 226 માંથી 69 એટલે કે 31 ટકા સાંસદો સામે ગુનાહિત કેસો નોંધાયેલા છે. આ 69 માંથી 36 એટલે કે 16 ટકા સાંસદો સામે ગંભીર ગુનાહિત કેસો નોંધાયેલા છે.જે જો સાબિત થાય તો 5 વર્ષ કે તેથી વધુની જેલની સજા થઈ શકે છે. એક સાંસદ સામે હત્યા (મર્ડર) નો કેસ છે.જ્યારે 4 સાંસદો સામે હત્યાના પ્રયાસનો કેસ નોંધાયેલો છે. આ ઉપરાંત, 4 સાંસદો સામે મહિલાઓ પર અત્યાચારના કેસ નોંધાયેલા છે.
જો પક્ષવાર (પાર્ટી વાઈઝ) વાત કરીએ તો, ભાજપ (BJP) થી લઈને બીઆરએસ (BRS) સુધીના સાંસદોનો ગુનાહિત રેકોર્ડ જોવા મળ્યો છે. ADR રિપોર્ટ અનુસાર:
-
BJP: 107 માંથી 28 સાંસદો (26%) સામે ગુનાહિત કેસ
-
કોંગ્રેસ: 29 માંથી 12 સાંસદો (41%) સામે ગુનાહિત કેસ
-
તૃણમૂલ કોંગ્રેસ: 9 માંથી 2 સાંસદો (22%) સામે ગુનાહિત કેસ
-
DMK: 8 માંથી 2 સાંસદો (25%) સામે ગુનાહિત કેસ
-
સપા (SP): 4 માંથી 2 સાંસદો (50%) સામે ગુનાહિત કેસ
-
TDP: 4 માંથી 3 સાંસદો (75%) સામે ગુનાહિત કેસ
-
BRS અને CPI(M): ત્રણેય સાંસદો સામે ગુનાહિત કેસ
-
RJD: 3 માંથી 2 સાંસદો (67%) સામે ગુનાહિત કેસ
-
AIADMK: 4 માંથી 1 સાંસદ (25%) સામે ગુનાહિત કેસ
-
NCP: 4 માંથી 1 સાંસદ (25%) સામે ગુનાહિત કેસ
-
AAP: 3 માંથી 1 સાંસદ (33%) સામે ગુનાહિત કેસ નોંધાયેલ છે.
ગંભીર ગુનાહિત કેસોનો રેકોર્ડ
ભાજપના 14 સાંસદો (13%), કોંગ્રેસના 8 સાંસદો (28%), તૃણમૂલ કોંગ્રેસના 2 સાંસદો (22%), DMK ના 1 સાંસદ (13%), સપાના 1 સાંસદ (25%), TDPના 1 સાંસદ (25%), BRS ના 1 સાંસદ (33%), CPI(M) ના 2 સાંસદો (67%), NCP ના 1 સાંસદ (25%) અને AAP ના 1 સાંસદ (33%) સામે ગંભીર ગુનાહિત કેસો છે.
રાજ્યસભાના 90 ટકાથી વધુ સાંસદો એવા છે જેમની પાસે કરોડો રૂપિયાની સંપત્તિ છે. માત્ર 4 સાંસદો પાસે જ 20 લાખ રૂપિયાથી ઓછી સંપત્તિ છે. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, 14 ટકા સાંસદો અબજોપતિ છે. ADR એ રાજ્યસભાના 226 સાંસદોની સંપત્તિ અને ગુનાહિત કેસો પર અહેવાલ આપ્યો છે. આ અહેવાલમાં નવા સાંસદોની માહિતી પણ સામેલ છે.
આ રિપોર્ટ મુજબ, રાજ્યસભાના તમામ 226 સાંસદોની કુલ સંપત્તિ 26,047 કરોડ રૂપિયા છે. જ્યારે, જો સાંસદોની સરેરાશ સંપત્તિની વાત કરીએ તો તે 115.25 કરોડ રૂપિયા છે. રાજ્યસભાના 100 સાંસદો પાસે 10 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ છે. 41 સાંસદો પાસે 5 થી 10 કરોડની સંપત્તિ છે. જ્યારે, 66 સાંસદ એવા છે જેમની પાસે 1 થી 5 કરોડની સંપત્તિ છે. 15 સાંસદો પાસે 20 લાખથી 1 કરોડ રૂપિયાની સંપત્તિ છે અને માત્ર 4 સાંસદો પાસે 20 લાખથી ઓછી સંપત્તિ છે.
226 માંથી 31 એટલે કે 14% સાંસદો અબજોપતિ છે. ભાજપના 7, કોંગ્રેસના 6, YSRCP ના 2, ટીડીપીના 2, BRS ના 2 અને NCP ના 2 સાંસદો અબજોપતિ છે. આ તમામ પાસે 100 કરોડથી વધુની સંપત્તિ છે.
સૌથી ધનિક સાંસદ કોણ?
રાજ્યસભામાં તેલંગાણાના 7 માંથી 4 એટલે કે 57% સાંસદો અબજોપતિ છે. તેલંગાણાના સાતેય સાંસદો પાસે કુલ મળીને 8,310 કરોડ રૂપિયાની સંપત્તિ છે. દેશમાં સૌથી વધુ સંપત્તિ ધરાવતા સાંસદ પણ તેલંગાણાના જ છે.
ADR ના જણાવ્યા અનુસાર, તેલંગાણાથી BRS ના સાંસદ ડૉ. બંદી પાર્થ સારથી દેશના સૌથી ધનિક સાંસદ છે. તેમની પાસે 5,300 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ છે. બીજા ક્રમે પંજાબના ભાજપના સાંસદ રાજીન્દર ગુપ્તા છે. જેમની પાસે 5,053 કરોડ રૂપિયાની સંપત્તિ છે. ત્રીજા ક્રમે કોંગ્રેસના અભિષેક મનુ સિંઘવી છે. જેઓ 2,558 કરોડ રૂપિયાની સંપત્તિના માલિક છે. અભિષેક મનુ સિંઘવી પણ તેલંગાણાથી જ રાજ્યસભાના સાંસદ છે.
- Advertisement -
- Advertisement -