26.2 C
Ahmedabad
Thursday, March 5, 2026

શિવરાજસિંહ ચૌહાણને વિમાનમાં તૂટેલી સીટ મળી, કહ્યું- એર ઈન્ડિયા પરનો વિશ્વાસ ભ્રમ સાબિત થયો


કેન્દ્રીય કૃષિપ્રધાન શિવરાજસિંહ ચૌહાણને એર ઈન્ડિયાની ફ્લાઇટમાં તૂટેલી સીટ પર મુસાફરી કરવી પડી. આ અંગે તેઓએ દુઃખ વ્યક્ત કર્યું છે.પોતાની નારાજગી વ્યક્ત કરતા શિવરાજસિંહે કહ્યું કે, એર ઈન્ડિયાની ફ્લાઇટમાં બેસવું દુઃખદાયક હતું.

કેન્દ્રીય કૃષિપ્રધાને ઇન્સ્ટાગ્રામ પર લખ્યું કે, આજે મારે ભોપાલથી દિલ્હી આવવાનું હતું, પુસામાં કિસાન મેળાનું ઉદ્ઘાટન કરવાનું હતું, કુરુક્ષેત્રમાં કુદરતી ખેતી મિશનની બેઠક યોજવાની હતી.. ચંદીગઢમાં ખેડૂત સંગઠનના માનનીય પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરવાની હતી. મેં એર ઇન્ડિયાની ફ્લાઇટ AI436 માં ટિકિટ બુક કરાવી હતી.. મને સીટ નંબર 8C ફાળવવામાં આવી હતી. હું જઈને સીટ પર બેઠો, સીટ તૂટેલી હતી અને અંદર દટાયેલી હતી અને આ સીટ પર બેસવાથી દુખતુ હતું.

શિવરાજસિંહે વધુમાં કહ્યું કે,, જ્યારે મેં એરલાઇન સ્ટાફને પૂછ્યું કે જો સીટ ખરાબ હતી તો તેને કેમ ફાળવવામાં આવી? તેમણે કહ્યું કે મેનેજમેન્ટને અગાઉ જાણ કરવામાં આવી હતી કે આ સીટ સારી નથી અને તેની ટિકિટ વેચવી ન જોઈએ.આવી એક જ સીટ નથી પણ બીજી ઘણી સીટ છે.

મારા સહ-મુસાફરોએ મને મારી સીટ બદલીને સારી સીટ પર બેસવાનો આગ્રહ કર્યો, પણ મારા માટે બીજા મિત્રને કેમ તકલીફ આપવી, મેં નક્કી કર્યું કે હું આ સીટ પર બેસીને જ મારી મુસાફરી પૂર્ણ કરીશ. મારો અભિપ્રાય એવો હતો કે ટાટાએ મેનેજમેન્ટ સંભાળ્યા પછી એર ઇન્ડિયાની સેવામાં સુધારો થયો હોત.. પરંતુ તે મારી ગેરસમજ સાબિત થઈ.

એર ઇન્ડિયાએ દુઃખ વ્યક્ત કર્યું

એર ઇન્ડિયાએ શિવરાજસિંહ ચૌહાણના ટ્વીટ પર દુ:ખ વ્યક્ત કર્યું છે. કંપનીએ કહ્યું છે કે,, અમને થયેલી અસુવિધા બદલ અમે દિલગીર છીએ. ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન બને તે માટે અમે આ બાબતની ગંભીરતાથી તપાસ કરી રહ્યા છીએ. તમારી સાથે આ બાબતે ચર્ચા કરવાની તક મળશે.. તો અમે આભારી રહીશું.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -