23 C
Ahmedabad
Thursday, March 5, 2026

રાજ્યનું વર્ષ 2025-26નું 3 લાખ 70 હજાર 250 કરોડ રૂપિયાનું બજેટ રજૂ કરાયુ,કૃષિ,ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે રૂપિયા 22,498 કરોડની જોગવાઇ


રાજ્યનું વર્ષ 2025-26નું 3 લાખ 70 હજાર 250 કરોડ રૂપિયાનું બજેટ રજૂ કરવામાં આવ્યું..વર્ષ 2025-26નું 3 લાખ 70 હજાર 250 કરોડ રૂપિયાનું બજેટ રજૂ કરવામાં આવ્યું…નાણામંત્રી કનુભાઈ દેસાઇએ સામાન્ય બજેટમાં ઘર વિહોણા લોકો માટે મોટી જાહેરાત કરી…આવાસ યોજનાની સહાયમાં 50 હજાર રૂપિયાનો વધારો કર્યો છે..અગાઉ આવાસ યોજના માટે 1.20 લાખ રૂપિયાની સહાય આપવામાં આવતી હતી. હવે આવાસ યોજના માટે 1.70 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે.

બજેટમાં મહત્વની જોગવાઇ

 રાજ્યની 6 એન્જિનિયરીંગ કોલેજમાં AI લેબની સ્થાપના

SC-ST-OBCને અભ્યાસ માટે 6 ટકા વ્યાજે લોન

એલડી સહિત 6 કોલેજોમાં AI લેબ સ્થપાશે

મહાનગરોમાં વર્કિંગ વુમન હોસ્ટેલ

રાજ્યમાં બે નવા એક્સપ્રેસ-વેની જાહેરાત

અંબાજીના વિકાસ માટે 180 કરોડ રૂપિયા

કૃષિ,ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે 22,498 કરોડ રૂપિયા

વન અને પર્યાવણ વિભાગ માટે 3,140 કરોડ રૂપિયા

કલાઈમેન્ટ ચેન્જ માટે 429 કરોડ રૂપિયા

પંચાયત, ગ્રામગૃહ નિર્માણ માટે 13,772 કરોડ રૂપિયા

બંદરો અને વાહન વિભાગ માટે 4,283 કરોડ રૂપિયા

વિદ્યા અને પ્રોધ્યોગીકી વિભાગ માટે 2,535 કરોડ રૂપિયા

ઉઘોગ અને ખાણ વિભાગ માટે 11,706 કરોડ રૂપિયા

પ્રવાસન યાત્રાઘામ માટે 2,748 કરોડ રૂપિયા

પોષણલક્ષી યોજના માટે 8,200 કરોડ રૂપિયાની ફાળવણી

મુખ્યમંત્રી શ્રમિક બસેરા યોજના માટે 200 કરોડની ફાળવણી

ITIને અપગ્રેડ કરવા માટે 450 કરોડની જોગવાઈ

આંગણવાડી યોજના માટે 274 કરોડ રૂપિયા

શ્રમિક બસેરા યોજના માટે 200 કરોડ રૂપિયા

ચાર રીજીયનમાં I-HUB સ્થાપવાનું આયોજન

ઉદ્યોગ અને ખાણ માટે 8,958 કરોડ રૂપિયા

સામાન્ય વહિવટ વિભાગ માટે 1,999 કરોડ રૂપિયા

-મહેસુલ વિભાગ માટે 5,427 કરોડ રૂપિયા

ગૃહ વિભાગ માટે 12,659 કરોડ રૂપિયા

કાયદા વિભાગ માટે 2,654 કરોડ રૂપિયા

માહિતી અને પ્રસારણ વિભાગ માટે 362 કરોડ રૂપિયા

ઉર્જા અન પેટ્રોકેમિકલ્સ વિભાગ માટે 6,751 કરોડ રૂપિયા

નવા ઘરની ખરીદી પર રૂ. 1.70 લાખની સબસિડી

પેન્સનરોની ઘર આંગણે જ હયાતીની ખરાઈ કરી શકાશે

એલડી સહિત 6 કોલેજોમાં AI લેબ સ્થપાશે

-41 લાખ વિદ્યાર્થીઓને મુખ્યમંત્રી પોષ્ટિક અલ્પાહાર યોજનાનો લાભ

મુખ્યમંત્રી પોષ્ટિક અલ્પાહાર યોજના માટે 617 કરોડ રૂપિયાની જોગવાઈ

શિક્ષણ વિભાગ માટે 59 હજાર 999 કરોડની જોગવાઈ

શ્રમ-કૌશલ્ય અને રોજગાર વિભાગ માટે 2,782 કરોડની જોગવાઈ

આરોગ્ય અને પરિવહન-કલ્યાણ વિભાગ માટે 23,385 કરોડની જોગવાઈ

સામાજિક ન્યાય, અધિકારીતા વિભાગ માટે 6,807 કરોડની જોગવાઈ

મહિલા અને બાળ  વિકાસ વિભાગ માટે 7,668 કરોડની જોગવાઈ

મુખ્યમંત્રી શ્રમિક બસેરા યોજના માટે 200 કરોડની ફાળવણી

-ખેડૂતોને વીજ સહાય માટે 10 હજાર 613 કરોડની જોગવાઈ

ટ્રેક્ટર ખરીદી સહાય માટે 800 કરોડની જોગવાઈ

ઓજારોની ખરીદીમાં સહાય આપવા 590 કરોડની જોગવાઈ

મધ્યાહન ભોજન માટે 72 તાલુકામાં સેન્ટ્રલાઇઝ્ડ કિચન

ડ્રોન અને સીડ રિપ્લેસમેન્ટ રેટ યોજના માટે 82 કરોડની જોગવાઈ

નેનો ખાતર વપરાશ વધારવા 73 કરોડની જોગવાઈ

ડિજિટલ ક્રોપ સર્વેની નવી યોજના અંતર્ગત 40 કરોડની જોગવાઈ

ખેડૂત સુવિધા રથ માટે 19 કરોડની જોગવાઈ

13 એગ્રી એક્સપોર્ટ ઝોનનો પ્રી-ફિઝીબિલિટી રીપોર્ટ તૈયાર કરવા આયોજન

કચ્છ, અમદાવાદ, જુનાગઢ, વડોદરા, હાલોલમાં મેગા ફૂટ પાર્ક નિર્માણ કરાશે

બાગાયત ખાતાની યોજના માટે 605 કરોડની ફાળવણી

જામનગરમાં નવી કૃષિ કોલેજ અને થરાદમાં કૃષિ ઈજનેરી કોલેજની સ્થાપના થશે

કૃષિ યુનિવર્સિટીઓ માટે 1 હજાર કરોડની જોગવાઈ

પ્રાકૃતિક કૃષિની પ્રવૃતિઓ માટે 316 કરોડની જોગવાઈ

નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ માટે 90 કરોડની જોગવાઈ

મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજના માટે 475 કરોડની જોગવાઈ

મુખ્યમંત્રી નિશુલ્ક પશુ સારવાર યોજના હેઠળ 45 કરોડની જોગવાઈ

નવા 250 સ્થાયી પશુ દવાખાના અને નવા 150 ફરતા પશુ દવાખાના માટે 34 કરોડની જોગવાઈ

ગીર ગાયના સંરક્ષણ માટે પોરબંદરના ધરમપુરમાં સુવિધા માટે 23 કરોડની જોગવાઈ

-60 ટકાથી વધુ દિવ્યાંગતા ધરાવનારને વાર્ષિક 12 હજારની સહાય

આદિજાતિના સર્વાંગ વિકાસ માટે ન્યૂ ગુજરાત પેટર્ન યોજના

આંગણવાડી યોજના માટે રૂ. 274 કરોડની ફાળવણી

-પઢાઈ ભી પોષણ ભી યોજના માટે 617 કરોડની જોગવાઈ

પોષણલક્ષી યોજના માટે રૂ. 8200 કરોડની ફાળવણી

ઘરનું ઘર સ્વપન સાકાર કરવા 3 લાખ આવાસ પૂરા પાડવાનું આયોજન

અન્ન-નાગરિક અને ગ્રાહકોની બાબતોના વિભાગ માટે 2,712 કરોડની જોગવાઈ

રમત-ગમત, યુવા-સાંસ્કૃતિક પ્રવૃતિના વિભાગ માટે 1,093 કરોડની જોગવાઈ

માર્ગ-મકાન વિભાગ માટે 24,705 કરોડ રૂપિયાની જોગવાઈ

આદિજાતિ વિકાસ માટે 5,120 કરોડ રૂપિયાની જોગવાઈ

નર્મદા, જળસંપતિ, પાણી પૂરવઠા અને કલ્પસર વિભાગ માટે 25,642 કરોડ રૂપિયા

ભાડભૂત બેરેજ યોજના માટે 876 કરોડ રૂપિયાની જોગવાઈ

1450 ડિલક્સ અને 450 મીડી બસ એમ કુલ 1850 નવી બસ

200 પ્રીમિયમ એસી બસો અને 10 કાર વાન મુકાશે

-પોરબંદર, ભાવનગર, સુરત એરપોર્ટના વિસ્તરણ માટે 210 કરોડ રૂપિયા

પારસી સર્કિટ, ક્રૂઝ ટુરિઝમ, બીચ હોટલ્સ માટે 50 કરોડની જોગવાઈ

નાના શહેરોને મોટા શહેરોનો હવાઈ માર્ગે જોડવા 45 કરોડની જોગવાઇ

એસટી બસના અકસ્માત નિવારવા માટે ઓડિયો-વીડિયો એલર્ટ સિસ્ટમ ગોઠવાશે

નવલખી અને મગદલ્લા બંદર માટે 250 કરોડ રૂપિયા

યાત્રાધામ અને નાગરિક ઉડ્ડયન માટે 2,748 કરોડ રૂપિયા

માછીમારો માટે માળખાકીય સુવિધા ઉભી કરાશે

તમામ જિલ્લાઓમાં પ્રવાસ વિકાસ સોસાયટીની કરાશે સ્થાપના

દાહોદમાં નવું ગ્રીન ફિલ્ડ એયરપોર્ટ વિકસાવાશે

શહેરી-ગૃહ નિર્માણ વિભાગ માટે 30,325 કરોડ રૂપિયાની જોગવાઈ

પંચાયત-ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ માટે 13,772 કરોડ રૂપિયા

કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ કહ્યું કે, ભૂપેન્દ્ર પટેલ સરકારનું બજેટ ચીલાચાલુ છે… ગામડા તોડવાનુ તેમજ ખેડૂતોને પાયમાલ કરનારું બજેટ છે.અમિત ચાવડાએ કહ્યુ કે, આ બજેટ ગુજરાતના ગામડા તોડવા માટેનું છે. નાગરિકોને આશા હતી કે,, ભૂપેન્દ્ર સરકાર કોઈ રાહત આપશે..પરંતુ કોઈ રાહત મળી નથી. ગૃહિણીઓની આશા પણ ઠગારી સાબિત થઈ..યુવાનોની રોજગારીની આશા નિષ્ફળ સાબિત થઇ…મંદીમાં સંપડાયેલા હીરા ઉદ્યોગને બેઠો કરવા કોઈ પગલાં લેવાયા નથી.ગુજરાતની લાખો બહેનો માટે લાડલી યોજના જાહેર ના કરી. ગ્રામ્ય વિકાસ માટે નવી કોઈ યોજના બજેટમાં નથી..ખેડૂતોને આશા હતી કે, દેવામાફી ની જાહેરાત થશે..પરંતુ કોઈ જાહેરાત થઇ નથી.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -