સુઇગામ નજીક લક્ઝરી બસ-ટેન્કર વચ્ચે અકસ્માત, 3 લોકોના મોત થયા,20થી વધુ લોકો ઘાયલ થયા હતાં.. અકસ્માત એટલો ભયંકર હતો કે બન્ને વાહનોને છૂટા પાડવા પાડવામાં ત્રણ ક્રેનની મદદ લેવી પડી હતી.
વીતી મોડી રાત્રે ભારતમાલા હાઇવે પર આ અકસ્માત થયો હતો. અકસ્માત એટલો ભયંકર હતો કે,,, લક્ઝરીનો કચ્ચરઘાણ વળી ગયો હતો. સુઇગામ પોલીસે અકસ્માતને લઈને વધુ તપાસ હાથ ધરી હતી..
જામનગરથી રાજસ્થાન તરફ જતી લક્ઝરી બસને સુઇગામ નજીક સોનેથ ગામ પાસે ભારતમાલા હાઇવે પર અકસ્માત નડ્યો હતો. રોંગ સાઇડથી આવતા ટેન્કર ચાલકે લક્ઝરી બસને ટક્કર મારતા 3 લોકોના મોત થયા હતા..જ્યારે વીસથી વધુ લોકો ઘાયલ થયા હતા.
ઘટનાની જાણ થતા સુઇગામ-થરાદ-ભાભર અને વાવની પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને ઘાયલોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મૃતકોને સુઇગામ સરકારી સામુહિક આરોગ્ય કેન્દ્રમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.

