26.9 C
Ahmedabad
Monday, March 2, 2026

દાહોદમાં નરાધમ આચાર્યની કરતૂતનો પર્દાફાશ, 6 વર્ષની બાળકી સાથે બળાત્કારના પ્રયાસ બાદ કરી હત્યા


દાહોદના તોરણી પ્રાથમિક શાળામાં બાળકીનાં મોત મામલે મોટો ઘટસ્ફોટ થયો..6 વર્ષની વિદ્યાર્થિનીની શાળાના આચાર્યએ જ હત્યા કરી હોવાનો ખુલાસો થયો હતો..પોલીસ તપાસમાં શાળાનો આચાર્ય જ હત્યા કરી હોવાનું બહાર આવ્યું છે. હત્યારા આચાર્ય ગોવિન્દ નટને પોલીસે ઝડપી પાડીને વધુ તપાસ હાથ ધરી છે.

દાહોદના સીંગવડ તાલુકાના પીપળીયા ગામની પ્રાથમિક શાળામાં ધોરણ ૧માં અભ્યાસ કરતી ૬ વર્ષીય વિદ્યાર્થિનીનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો..શાળામાં ગયેલી વિદ્યાર્થિની સમયસર ઘરે પરત ન આવતા પરિવારજનો શાળામાં તપાસ કરવા પહોંચ્યા હતાં..જોકે શાળાને ખંભાતી તાળું મારેલું જાેવા મળ્યું હતું..ત્યારબાદ પરિવારજનોએ દિવાલ કૂદીને શાળામાં જઈને તપાસ કરતા શાળાના ઓરડાની પાછળના ભાગેથી બાળકીનો મૃતદેહ મળી આવતા પરિવારજનો ચોંકી ઊઠ્‌યા હતા.

પોલીસે બાળકીનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો હતો. પ્રાથમિક રિપોર્ટમાં બાળકીનું મોત શ્વાસ રૂંધાવાથી થયું હોવાનું સામે આવતાં પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી.

આચાર્યએ કારમાં દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો

તોરણી પ્રાથમિક શાળાના આચાર્ય ગોવિંદ નટે પોલીસ સમક્ષ બાળકીની હત્યા કર્યાની કબૂલાત કરી હતી. હવસખોર આચાર્ય બાળકીને કારમાં લઇ ગયો હતો અને તેના પર દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો હતો, જો કે બાળકીએ બુમાબુમ કરી મુકતા આચાર્યએ ગળું દબાવીને કારમાં જ બાળકીની હત્યા કરી નાખી હતી.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -